National
તલોદ નજીક ગોટા ફેક્ટરી પાસે ટ્રક પલટી: રસ્તાના ખાડા બન્યા અકસ્માતનું કારણ
તલોદ ગોટા ફેક્ટરી પાસે આજે સવારે એક હેવી ટ્રક રસ્તાની બાજુમાં આવેલા મોટા ખાડાઓને કારણે પલટી ખાઈ ગઈ. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
તલોદ નજીક ગોટા ફેક્ટરી પાસે આજે સવારે ૮:૦૦ વાગ્યે નોટ-કાપચી ભરેલો એક હેવી ટ્રક રસ્તા પર પલટી ખાઈ ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તાની બાજુમાં આવેલા મોટા-મોટા ખાડાઓને કારણે વારંવાર આવા ભયાનક અકસ્માતો સર્જાય છે. આ ખાડાઓ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે અને અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓએ આ અંગે તંત્રને અવારનવાર રજૂઆતો કરી છે અને રસ્તા પરના ખાડાઓ પુરવાની માંગ કરી છે. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. લોકોમાં એવી ચર્ચા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે નિર્દોષનો ભોગ લેવાવાની રાહ જોઈ રહ્યું છે.