🔥 ट्रेंडिंग पंजाब सरकार ने कर्मचारियों और पेंशनभोग... पंजाब सरकार ने कर्मचारियों के लिए महंग... असम पुलिस ने होजाई में दो को 1,500 किग... ऊपरी असम के बाढ़ प्रभावित लोग गुवाहाटी... ओडिशा के लेखक असम की यूनेस्को सूचीबद्ध... ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છત...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

વડોદરા: ધન્વંતરી દિવસ નિમિત્તે શનિદેવ મંદિરમાં આરોગ્ય અને સ્વચ્છતા અભિયાનનું આયોજન

✍️ रिपोर्टर: Kuntalkumar Chokshi 🗓 23 सित. 2026, 11:18 PM 👁 16
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરાના ઉકાજીના વાડિયા વિસ્તારમાં શનિદેવ મંદિરમાં ધન્વંતરી દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય તપાસણી કેમ્પ અને સ્વચ્છતા અભિયાન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

વડોદરા શહેરના વોર્ડ નંબર ૧૫માં આવેલા ઉકાજીના વાડિયા વિસ્તારમાં શનિદેવ મંદિરમાં ધન્વંતરી દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધન્વંતરીશ્રીના ફોટા સમક્ષ પૂજા-અર્ચના અને દીપ પ્રજ્જવલન કરીને સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો.

આ કાર્યક્રમ અંતર્ગત, આર્યુવેદિક અને હોમિયોપેથીક નિદાન, સલાહ અને સારવાર માટે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પારુલ સેવાશ્રમ હોસ્પિટલની ટીમ, વડોદરા મહાનગરના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડો. હિતેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ આ કેમ્પમાં ઉપસ્થિત રહી હતી. આ આરોગ્ય કેમ્પનો આશરે ૮૦ જેટલા વ્યક્તિઓએ લાભ લીધો હતો.

આરોગ્ય કેમ્પની સાથે સાથે, ઉકાજીના વાડિયા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ૧૫ની સેનેટરી ટીમ દ્વારા વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો. આ સેવાકાર્યમાં વોર્ડના કાઉન્સિલર શ્રીમતી જ્યોતિબેન પંડ્યા, શ્રીમતી નયનાબેન શાહ, શ્રી અજયભાઈ રબારી, વોર્ડ પ્રમુખ શ્રી રુદ્રાક્ષભાઈ પંડ્યા, મહામંત્રી શ્રી નયનભાઈ શાહ અને શ્રી વસંતભાઈ કનોજીયા, તેમજ સ્થાનિક અગ્રણી શ્રી બાબુભાઈ કહાર અને વોર્ડની સંગઠન ટીમ પણ જોડાયા હતા.
📲Get App