🔥 TRENDING Karnataka HC Upholds Partition of Fami... Karnataka to Form Committee for Indust... Supreme Court stalls Karnataka's plan... Two Young Women Attempt Suicide After... Supreme Court notes murder of Rajastha... North India swelters at 41°C as monsoo...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વેરાવળમાં ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી

✍️ Reporter: Sudip Gadhiya 🗓 23 Sep 2026, 02:04 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત રીતે ઈષ્ટદેવ રામદેવજી મહારાજની ધ્વજારોહણ શોભાયાત્રા ભાદરવા સુદ અગિયારસના પવિત્ર દિવસે યોજાઈ હતી. આ શોભાયાત્રામાં સમાજના આગેવાનો, હજારો ભાવિકો અને વિવિધ સમાજના લોકો જોડાયા હતા.

વેરાવળ ખાતે ભાદરવા સુદ અગિયારસના પવિત્ર દિવસે, વર્ષો જૂની પરંપરા મુજબ, વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ઈષ્ટદેવ રામદેવજી મહારાજની ભવ્ય ધ્વજારોહણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના પટેલ જીતુભાઈ કુહાડા અને અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાના માર્ગદર્શન હેઠળ નીકળેલી આ શોભાયાત્રામાં અબીલ-ગુલાલની છોળો ઉડાડવામાં આવી હતી અને ડીજેના તાલે 'હેલો મારો સાંભળો રણુજાના રાજા' જેવા ભક્તિમય ગીતો સાથે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. દશમના દિવસે ૪૦૦થી વધુ અને અગિયારશના દિવસે ૧૭૦૦થી વધુ સ્વાગત દ્વાર ઊભા કરી સમાજ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખારવાવાડાના કામનાથ મંદિરેથી શરૂ થયેલી આ શોભાયાત્રા વખારિયા બજાર, સોની બજાર, મિનરવા, સુભાષ રોડ, સટ્ટા બજાર, લાબેરી રોડ, ટાવર ચોક, નગરપાલિકા રોડ થઈને બિલામંદિર પાસેથી પસાર થઈ જાલેશ્વર રામદેવજી મહારાજના મંદિરે પહોંચી હતી. શોભાયાત્રામાં રામદેવજી મહારાજનો રથ, ઘોડા, ઊંટગાડી, રિક્ષા અને વિવિધ પ્રકારના વાહનો સાથે ડીજેનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો. આ શોભાયાત્રામાં વેરાવળ-પાટણ હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા પણ ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ, પટણી મુસ્લિમ સમાજના પટેલ, મેમણ સમાજના પટેલ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનો, તેમજ મછિયારા સમાજના લોકો જોડાયા હતા.

આ શોભાયાત્રામાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા, ઉપ પટેલ બાબુભાઈ આગિયા, ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ ધનસુખભાઈ કુહાડા, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હિરાભાઈ વધાવી, વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટીયા, ખારવા સમાજના અધ્યક્ષ મોહનભાઈ આગિયા સહિત અનેક આગેવાનો અને હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઉપરાંત, સમસ્ત ગુજરાત ખારવા સમાજના પ્રમુખ કાંતિભાઈ બાદરસાઈ, જાફરાબાદ ખારવા સમાજના પટેલ કનૈયાલાલ સોલંકી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભગુભાઈ સોલંકી, ઉદ્યોગપતિ રામજીભાઈ પીઠર, રાજેશભાઈ ગોહેલ, સી.કે.ભાઈ ગોહેલ, સોમનાથ ટ્રસ્ટના સુરૂભા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર, ચેરમેન, ભાજપ-કોંગ્રેસના કાઉન્સિલરો, જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો, ઇન્ડિયન રેયોન કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ ક્રિષ્નાગોપાલ ગનેરીવાળા અને સ્ટાફ, ચોટાઈ પરિવાર (જે છેલ્લા ૬૫ વર્ષથી ધ્વજારોહણ અને આગેવાનોનું સ્વાગત કરે છે), આજુબાજુના ગામડાઓના સરપંચો, કોળી સમાજના યુવાનો, બાર એસોસિએશનના સભ્યો, વેપારી મંડળો, ગરબી મંડળો, ધૂન મંડળો, મિત્ર મંડળો અને ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયા હતા. જાલેશ્વર રામદેવજી મહારાજના મંદિરે ધ્વજારોહણ બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શોભાયાત્રા દરમિયાન ગીર સોમનાથ જિલ્લા એસ.પી. જયદીપસિંહ જાડેજા, સીટી પી.આઈ. ગઢવી અને પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તમ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક પોલીસ તંત્ર અને પ્રેસ મીડિયાનો સહયોગ પણ રહ્યો હતો.
📲Get App