🔥 ट्रेंडिंग भगवान वामन जयंती से जुड़ी पुरातन समय स... ગણદેવીના સોનવાડી ગામમાં ગણપતિ બાપાની ભ... लुधियाना में महिला की हालत बिगड़ने पर... लुधियाना में भाजपा ने नशा मुक्त पंजाब... खंडवा में लोकायुक्त ने 14,000 रुपये की... राहुल गांधी ने एमपी के सीएम मोहन यादव...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ઊંઝા-પાટણ રોડ પર કાર અને એક્ટિવાની ટક્કર: બે મહિલાઓ ઘાયલ

✍️ रिपोर्टर: Thakor Nayansinh Amarsinh 🗓 23 सित. 2026, 09:06 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઊંઝા નજીક માંડોત્રી ગામ પાસે કાર અને એક્ટિવા વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આજરોજ સાંજના સમયે ઊંઝા-પાટણ રોડ પર માંડોત્રી ગામથી થોડે આગળ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, એક કાર અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 દ્વારા બંને ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

નીડ 24 ન્યુઝના રિપોર્ટર નયનસિંહ ઠાકોર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે તાત્કાલિક ધોરણે આ અકસ્માત અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી. સ્થાનિક લોકો દ્વારા પણ મદદની કામગીરી કરવામાં આવી હતી.
📲Get App