એકતાનગરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આત્મીય વિદાય
यहाँ देखें:
▶️ YouTube
નર્મદાના એકતાનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવેલા દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને એકતાનગર હેલિપેડ ખાતેથી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આત્મીય વિદાય આપી હતી.
રાષ્ટ્રપતિશ્રીના પ્રસ્થાન સમયે એકતાનગર હેલિપેડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સહિત ગુજરાત સરકારના પ્રોટોકોલ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત નાંદોદના ધારાસભ્ય શ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પુરી, જિલ્લા કલેક્ટર શ્રી ગંગા સિંઘ અને જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વિશાખા ડબરાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસના સમાપન બાદ એકતાનગર હેલિપેડ પરથી તેમનું પ્રસ્થાન થયું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રપતિશ્રીને આત્મીય વિદાય આપી હતી.