જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧માં લેટરલ એન્ટ્રી માટેની પસંદગી પરીક્ષા-૨૦૨૭ અંગે નોંધણી શરૂ : તા. ૩૦ સપ્ટેમ્બર સુધી ઑનલાઇન અરજી કરવા અનુરોધ
यहाँ देखें:
📷 Instagram
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧માં લેટરલ એન્ટ્રી માટેની પસંદગી પરીક્ષા-૨૦૨૭ અંગે નોંધણી શરૂ : તા. ૩૦ સપ્ટેમ્બર સુધી ઑનલાઇન અરજી કરવા અનુરોધ
અમરેલી, તા. ૨૨ સપ્ટેમ્બર
જવાહર નવોદય વિદ્યાલય સમિતિ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧માં પ્રવેશ માટે લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ (LEST)-૨૦૨૭ આગામી વર્ષે તા.૧૦ એપ્રિલ,૨૦૨૬ના રોજ યોજાનાર છે.
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧માં લેટરલ એન્ટ્રી માટેની પસંદગી પરીક્ષાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. પત્રમાં જણાવ્યા મુજબ, ધોરણ-૯ માટેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન પોર્ટલ cbseitms.nic.in/2026/nvsix_9 તથા ધોરણ-૧૧ માટેનું રજિસ્ટ્રેશન પોર્ટલ cbseitms.nic.in/2026/nvsxi_11 છે. પત્ર મુજબ ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દર્શાવવામાં આવી છે.
આ પસંદગી પરીક્ષા માટે દૂરના અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરતા હોવાથી, વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પરીક્ષાની માહિતી પહોંચે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને ડિજિટલ માધ્યમો તથા અન્ય ઉપલબ્ધ માહિતી પ્રસરણ માધ્યમોનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત, જવાહર નવોદય વિદ્યાલયના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન નોંધણી તથા લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ અંગે જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા જણાવાયું છે.
નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા પરીક્ષા એજન્સી સાથે પરામર્શ કરીને ધોરણ-૯ અને ધોરણ-૧૧ માટેની પરીક્ષા તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૭ ના રોજ યોજવા અંગે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. પસંદગી પરીક્ષા સંબંધિત વિવિધ વિગતો અંગે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીનો સંપર્ક કરી જરૂરી માહિતી મેળવી શકાશે.