अपराध
જેતડા નજીકથી નંબર પ્લેટ વિનાની કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો
વાવ-થરાદ LCBની ટીમે થરાદ-ડીસા રોડ પર જેતડા ગામના પાટિયા પાસેથી નંબર પ્લેટ વિનાની બે કારમાંથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 24.48 લાખથી વધુનો દારૂ કબજે કર્યો છે.
વાવ-થરાદ LCBની ટીમે થરાદ-ડીસા રોડ પર જેતડા ગામના પાટિયા નજીક એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નંબર પ્લેટ વિનાની એક ક્રેટા કાર અને એક સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ 1816 બોટલો ઝડપી પાડી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત આશરે 24,48,924 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બંને વાહનો સહિત કુલ 27,08,924 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ક્રેટા કારની કિંમત 10 લાખ રૂપિયા અને સ્વીફ્ટ કારની કિંમત 2.60 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
આ દારૂના મોટા જથ્થાને ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. LCBની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.