🔥 TRENDING రిమ్స్‌ను సందర్శించిన DLSA కార్యదర్శి Karnataka Welfare Schemes Under Fundin... Rajasthan Securities Approves FY26 Res... Rajasthan High Court to Hear Petition... Rajasthan's silver price per kilogram... Six arrested in Araria for Aadhaar‑fin...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

થરાદ પોલીસે વાંતડાઉ ભારતમાલા રોડ પરથી સ્વીફ્ટ કારમાંથી રૂ. ૩.૬૧ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Sep 2026, 10:05 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના વાંતડાઉ ભારતમાલા રોડ પરથી પોલીસે સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાંથી ૧૨૦.૪૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને ગાડી સહિત કુલ રૂ. ૫.૭૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે..

બનાસકાંઠાના-:
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે.થરાદ પોલીસે વાંતડાઉ ભારતમાલા રોડ પરથી પસાર થઈ રહેલી એક સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.પોલીસ તપાસ દરમિયાન સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાંથી કુલ ૧૨૦.૪૯ ગ્રામ ચોખ્ખું વજન ધરાવતું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.આ જપ્ત કરાયેલા નશીલા પદાર્થની બજાર કિંમત રૂ. ૩,૬૧,૪૭૦/- આંકવામાં આવી છે.

આ સફળ કામગીરી અંતર્ગત પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ અને સ્વીફ્ટ ડીઝાયર ગાડી સહિત કુલ રૂ. ૫,૭૬,૪૭૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી પકડાયેલા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App