🔥 TRENDING दीपावली पर विपिन सिंघल ने दी क्षेत्रवा... PM Modi honors L.K. Advani on his 99th... Desi Voters Chose Trump‑Policy Anger O... नेपाल पुलिस ने बोर्डर पर फूल माला जब्त... Former Vice President M Venkaiah Naidu... Apple TV+ launches '12 12 12' – Zurich...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થરાદ અને દિયોદરમાં દારૂના ગુનાઓમાં પાંચ મહિનાથી નાસતો ફરતો આરોપી જેતડાથી ઝડપાયો
Crime

થરાદ અને દિયોદરમાં દારૂના ગુનાઓમાં પાંચ મહિનાથી નાસતો ફરતો આરોપી જેતડાથી ઝડપાયો

✍️ Reporter: Rameshbhai Ven 🗓 22 Sep 2026, 06:52 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાવ-થરાદ એલસીબી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી દારૂના બે ગુનાઓમાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.

વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. થરાદ અને દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા દારૂના બે અલગ-અલગ ગુનાઓમાં છેલ્લા પાંચેક મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા એક આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીની ઓળખ ભરતભાઈ કરશનભાઈ રાજપુત (ઉંમર ૩૨ વર્ષ, રહેવાસી- જેતડા, તાલુકો- થરાદ) તરીકે થઈ છે. આરોપીને પકડવા માટે એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લીધી હતી, જેના આધારે તેની ચોક્કસ ભાળ મેળવીને તેને દબોચી લેવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી ભરતભાઈ રાજપુત વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળ બે ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તે છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો. હાલમાં આરોપીને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો છે અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તેને થરાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
📲Get App