🔥 ट्रेंडिंग मानसिक स्वास्थ्य माह को लेकर जिला स्तर... पूर्व ईडी अधिकारी निरंजन सिंह वारिस पं... आगरा जेल के पाकिस्तानी कैदी को अटारी स... देवास में डोल ग्यारस: 7.5 किलो नृसिंह... ନୀଳପଦା ଅଙ୍ଗନବାଡି କେନ୍ଦ୍ରରେ ଦୁର୍ନୀତି ଅଭ... पूना पैक्ट दिवस पर जंतर-मंतर में 'संपू...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

નેત્રંગ-વાલિયા રોડ પર ઈકો કારની ટક્કરે વૃદ્ધાનું મોત: બે દિવસમાં બીજો જીવલેણ અકસ્માત, ચાલક ફરાર

✍️ रिपोर्टर: Nilesh Chaudhari 🗓 22 सित. 2026, 10:02 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નેત્રંગ-વાલિયા રોડ પર દત્તનગરના પાટિયા પાસે પૂરઝડપે આવી રહેલી એક ઈકો કારે રોડ ક્રોસ કરી રહેલા ૮૦ વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે.

નેત્રંગ-વાલિયા રોડ પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જ્યાં બે દિવસમાં બીજો જીવલેણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતોમાં અત્યાર સુધીમાં એક યુવક અને એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. તાજેતરની ઘટનામાં દત્તનગર ગામના પાટિયા પાસે એક ઈકો કારની ટક્કરે વૃદ્ધાનું મોત નીપજ્યું છે, જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, દત્તનગર ગામમાં મંદિર પાસે રહેતા ૮૦ વર્ષીય ગનીબેન જશવંતસિંહ રાઠોડ ગત ૧૬ તારીખે પોતાના ૨૦ વર્ષીય પૌત્ર ધવલસિંહ મનહરસિંહ રાઠોડ સાથે વડોદરા ખાતે રહેતા પોતાના જમાઈ તખતસિંહની ખબર કાઢવા માટે ગયા હતા. ત્યારબાદ ૨૦ તારીખે તેઓ વડોદરાથી પોતાના ગામ દત્તનગર પરત ફરી રહ્યા હતા.

તેઓ અંકલેશ્વરથી બસમાં બેસીને સાંજે ૭:૦૦ થી ૭:૩૦ વાગ્યાની આસપાસ દત્તનગરના પાટિયા પાસે બસમાંથી ઉતર્યા હતા. બસમાંથી ઉતરીને તેઓ રોડ ક્રોસ કરીને દત્તનગર ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નેત્રંગ તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક રોંગ સાઈડમાં આવી રહેલી એક ઈકો કારે ગનીબેનને જોરદાર ટક્કર મારી હતી.

આ ભયાનક અકસ્માતમાં ગનીબેનને માથાના પાછળના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેમના પૌત્ર ધવલસિંહનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ઈકો કારનો ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
📲Get App