🔥 ट्रेंडिंग मेडिकल छात्रा तेलंगाना हाई कोर्ट ने 'द पैराडाइज' की... बंगाल की खाड़ी में डिप्रेशन तेज होने क... सीजेपी का एक्शन: ओडिशा में मंत्री का इ... IMD ने दीप अवसाद की चेतावनी जारी की, च... गरबा पंडालों से हर साल 4.5 लाख हिंदू ल...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ધારી નજીક વીર વાઘા વાળા બાપુનું સ્થાનક: ગીરની શરૂઆતમાં આવેલું રમણીય અને ઉર્જાવાન સ્થળ

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 22 सित. 2026, 10:54 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી નજીક ગીર ફોરેસ્ટની શરૂઆતમાં વીર બાવા વાળા બાપુ અને માત્રા બાપુ વેગડની ખાંભીઓ આવેલી છે. આ સ્થળ 18મી સદીમાં અંગ્રેજોને ઝુકાવનાર વીર વાઘા વાળા બાપુનું પણ પ્રસ્થાપિત સ્થાનક છે.

જમીન ધડા મુકામે વીર બાવા વાળા બાપુ તથા માત્રા બાપુ વેગડની ખાંભીઓ આવેલી છે. આ ઉપરાંત, બહારવટામાં તેમની સાથે રહેલા અન્ય સાથીદારોની ખાંભીઓ પણ અહીં સ્થાપિત છે. હાલમાં, વીર વાઘા વાળા બાપુ, જે વીર બાવા વાળા બાપુના પરદાદા હતા, તેમની ખાંભી પીઠડીયા ગામ પાસેથી રજા લઈને અહીં પ્રસ્થાપિત કરવામાં આવી છે.

આ સ્થળ ગીર ફોરેસ્ટની શરૂઆતમાં આવેલું છે અને તે અત્યંત રમણીય તથા ઉર્જાવાન માનવામાં આવે છે. વીર બાવા વાળા બાપુના પરિવારના આઠ ગામોમાંથી પરિવારજનો, મહેમાનો અને વિવિધ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. દર અમાસે અહીં વિશેષ પૂજા અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે.

ઐતિહાસિક રીતે, આ સ્થળનું મહત્વ એ છે કે 18મી સદીમાં, જ્યારે અંગ્રેજોની સત્તા દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં હતી, ત્યારે આ વીર પુરુષે અંગ્રેજોને ઝુકાવ્યા હતા અને સમાધાન માટે મજબૂર કર્યા હતા. આ એકમાત્ર એવું સ્થાનક છે જ્યાં આવા વીરનું સ્મારક છે.
📲Get App