🔥 TRENDING ધારી તાલુકાના વિરપુરમાં સેવા સેતુ કાર્... Two Arrested in Separate Rape Cases in... India's Monsoon 15% Below Normal, Drie... Himachal CM Office Costing Rs 20 Cr Sp... BJP Calls for White Paper on Kishau Da... Fire engulfs roadside canteen on Rajpu...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લા પોલીસ દ્વારા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

✍️ Reporter: Atul Thakor 🗓 22 Sep 2026, 12:35 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ પાટણ જિલ્લા પોલીસ દ્વારા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ અભિયાન અંતર્ગત જળેશ્વર, પાલડી ખાતે આવેલ ઐતિહાસિક મંદિર પરિસર તથા વાવની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ સ્વયં શ્રમદાન કરી મંદિર પરિસર અને કુંડની સ્વચ્છતા હાથ ધરી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી સાહેબ,પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.
📲Get App