🔥 TRENDING తెలంగాణ CM రేవంత్ రెడ్డి కరెక్ట్ గా పన... Honda to Relocate Honda City Productio... Panchayati Raj Election Lottery Set fo... Doctors' Association Calls on Rajastha... Man Slays Dog with Axe in Gwalior, CCT... 31-Year-Old Resident Doctor Found Dead...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢ: ગૌચર દબાણ મામલે કાર્યવાહી ન કરવા રૂપિયા સાડા ત્રણ લાખની લાંચ લેતા કરશનભાઇ સોલંકી ઝડપાયા

✍️ Reporter: Sudip Gadhiya 🗓 22 Sep 2026, 10:04 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે આવેલી વૃંદાવન નગર સોસાયટીના રહેવાસી કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી ગૌચર દબાણ અંગેની અરજી પાછી ખેંચવા અને કોઈ કાર્યવાહી ન થવા દેવાની બાંહેધરી આપી રૂપિયા સાડા ત્રણ લાખ ની લાંચ લેતા ઝડપાયા છે.

જૂનાગઢના મધુરમ બાયપાસ વિસ્તારમાં આવેલી વૃંદાવન નગર સોસાયટીના રહેવાસી કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી રૂપિયા સાડા ત્રણ લાખ ની લાંચ લેતા ઝડપાયા છે. આરોપીએ ફરિયાદી પાસેથી ગૌચર જમીન પર દબાણ કરવાના મામલે ચાલી રહેલી કાર્યવાહી અટકાવવા માટે આ લાંચની માંગણી કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીના ભત્રીજા વિરુદ્ધ ગૌચર જમીનમાં ગેરકાયદેસર દબાણ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીમાં એક અરજી કરવામાં આવી હતી. આ અરજીના પગલે કાયદાકીય કાર્યવાહીનો ડર બતાવી આરોપી કરશનભાઇ સોલંકીએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો.

આરોપીએ ફરિયાદી સમક્ષ દરખાસ્ત મૂકી હતી કે જો તેઓ નક્કી કરેલી રકમ આપશે, તો તે TDO કચેરીમાં કરાયેલી અરજી પાછી ખેંચી લેશે. આ સાથે જ આરોપીએ એવી પણ બાંહેધરી આપી હતી કે આ મામલે તલાટી કે TDO કચેરી તરફથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ લાંચની રકમ સ્વીકારતી વખતે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
📲Get App