🔥 TRENDING Train Noise Masks Shop Shutter Break-i... Placement Camp Begins in Mohali to Off... Fever Surge in Mohali: Over 60 Childre... Coastal Road Crash Reported in Mumbai... અમરેલીના ધારી રોડ પર લિફ્ટ રિપેરિંગ દર... Meghalaya’s Mother-Child Health Model...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અંબાજી જતા પદયાત્રીઓના સ્વાગત માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની વિશેષ પહેલ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 22 Sep 2026, 12:22 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓના ઉત્સાહ અને સુખાકારી માટે બનાસકાંઠા અને સાબરકાંઠામાં સ્વાગત હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.

અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે મા અંબેના દર્શનાર્થ પગપાળા જઈ રહેલા માઈભકતોના ઉત્સાહ અને ભક્તિભાવને વધારવા માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ આગળ આવી છે. સંસ્થા દ્વારા બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના મુખ્ય માર્ગો પર પદયાત્રીઓનું ભાવભર્યું સ્વાગત કરતા આકર્ષક હોર્ડિંગ્સ અને બેનર્સ ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે.

પવિત્ર યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુખાકારી અને સુખરૂપ યાત્રાની મંગલકામનાઓ સાથે પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા કરવામાં આવેલી આ સરાહનીય પહેલથી પદયાત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે સંસ્થાના આ સેવાભાવી અભિગમની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આ સાથે જ, અમદાવાદના યુવા મિત્ર મંડળ દ્વારા 'જય અંબે સેવા કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે લીંબુ સરબત, મિનરલ પાણી અને આરામની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન સુવિધા મળી રહે.
📲Get App