🔥 TRENDING BKI Unveils New Punjab Strategy Marked... The Hindu highlights groundwater explo... Assam CM Highlights BJP's Long-standin... Assam Governor Leads Nasha Mukt Bharat... Congress claims planned attack on its... Opposition Questions Punjab Law and Or...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ખેડબ્રહ્મા પોલીસે ઘરફોડ ચોરીમાં ગયેલા રૂ.૫.૭૨ લાખના દાગીના મૂળ માલિકને પરત કર્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Sep 2026, 11:32 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં, ખેડબ્રહ્મા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલા સોના-ચાંદીના દાગીના સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે. આ દાગીના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે..

સાબરકાંઠામાં-:
ગુનાખોરી ડામવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે પોલીસ વિભાગ સક્રિય બન્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો.કુલદીપ નાયીના નેતૃત્વમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.હડાત અને તેમની સર્વેલન્સ ટીમે પેટ્રોલીંગ દરમિયાન આ કાર્યવાહી કરી..

પોલીસે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુના (ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૮૨૬૦૩૦૧/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૧(૩),૩૦૫(એ), ૫૪) અંતર્ગત તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, પોલીસે ચોરી થયેલા સોના અને ચાંદીના દાગીના શોધી કાઢવામાં સફળતા મેળવી છે.પોલીસે કુલ રૂ. ૫,૭૨,૩૭૦/- ની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જેમાં ચાંદીના વિવિધ પ્રકારના છડા, લંગર, પટ્ટીવાળા છડા, ચેન, જુડો, અને નાની નાની ચાંદીનો સમાવેશ થાય છે..

આ ઉપરાંત સોનાની વીંટી અને બે સોનાની રણી પણ મળી આવી છે.આ તમામ દાગીના મૂળ માલિકના હતા.ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ર્ડો.કુલદિપકુમાર નાયી અને ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.હડાતના હસ્તે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ આ ચોરાયેલા દાગીના મૂળ માલિકને સન્માનપૂર્વક પરત કરવામાં આવ્યા છે.આ કાર્યવાહીથી પોલીસની કાર્યક્ષમતા અને લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે.
📲Get App