🔥 TRENDING త్వరలోనే రిమ్స్‌లో 150 పడకల నిర్మాణం:... Tejashwi Yadav Calls for Fast-Track Tr... Indore Metro: 1000‑Ton Tunnel Boring M... High Court Sees Case Over Ghanashyam S... Car Crash into Trailer Kills Doctor Co... Bikaner: BJP's Pankaj Gahlot Elected D...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

સુરતના કીમમાં લાંબા સમય બાદ વરસાદ, ગરમીથી પરેશાન લોકોને મળી રાહત

✍️ Reporter: Dhaval Maheta 🗓 22 Sep 2026, 04:12 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના કીમ ચારરસ્તા અને આસપાસના વિસ્તારોમાં બપોરે અચાનક વરસાદી ઝાપટાં પડ્યા છે, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટમાં રાહત મળી છે.

સુરત જિલ્લાના કીમ ચારરસ્તા અને તેના આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરના સમયે અચાનક વાદળો ઘેરાયા અને વરસાદ શરૂ થયો હતો, જેનાથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.

કીમ તેમજ તેની આસપાસના પાલોદ, મોટા બોરસરા અને નવાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. થોડા સમય માટે પડેલા આ વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોને આ વરસાદથી રાહત મળી હતી.

વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી લોકોને ગરમીની તકલીફમાંથી મુક્તિ મળી છે.
📲Get App