🔥 TRENDING Former J&K IAS Officer Appointed Deput... Eight Arrested in Amritsar Illegal Wea... Ayush Intern Doctors Protest in Bhopal... ऑपरेशन यात्री सुरक्षा के तहत आर पी एफ... Kannada film "Partner" starring Krishn... कटिहार में रौशना और रौतारा थानों के था...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જૂનાગઢ મનપા ઢોરવાડામાં ગંભીર હાલત: વિપક્ષના પ્રહારો, ચેરમેન દ્વારા સફાઈના આદેશ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 22 Sep 2026, 04:54 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં પશુઓના મોત અને રઝળતા મૃતદેહોના વીડિયો વાયરલ થતાં હોબાળો મચ્યો છે. વિપક્ષ નેતા લલિત પરસાણાએ તંત્રની બેદરકારી સામે આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરાએ તાત્કાલિક સફાઈ કરાવવા આદેશ આપ્યા છે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સાવજના ડેલા સ્થિત ઢોરવાડામાં ગૌવંશની ગંભીર હાલત બાબતે ભારે હોબાળો મચી ગયો છે. કાદવ-કીચડના ગંજ વચ્ચે પશુઓના મોત અને રઝળતા મૃતદેહોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ ઘટના બાદ વિપક્ષ નેતા લલિત પરસાણાએ ઢોરવાડાની સ્થળ મુલાકાત લઈ તંત્રની ઘોર બેદરકારી સામે આકરા પ્રહારો કર્યા હતા.

દરમિયાન, મહાનગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરા પણ તેમના સાથી કોર્પોરેટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓએ વેટરનરી તબીબ રાહુલ વાણિયાનો ઉધડો લીધો હતો અને તાત્કાલિક મેટલ પાથરી પર સફાઈ કરાવવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ આદેશો આપ્યા હતા.

આ ઘટના બાદ મનપા તંત્રે કમિશનર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી પણ આપી છે. તંત્રએ જણાવ્યું છે કે જે અધિકારીઓએ બેદરકારી બતાવી હશે, તેમના વિરુદ્ધ પગલાં ભરવા માટે કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આમ, ઢોરવાડાની સ્વચ્છતા અને પશુઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે.
📲Get App