अपराध
જુનાગઢમાં એસીબીની સફળ ટ્રેપ: ગૌચર દબાણની અરજી પાછી ખેંચવા રૂ. ૩.૫૦ લાખની લાંચ લેતા કરશન સોલંકી ઝડપાયો
જુનાગઢના લીમડા ચોક ખાતે એસીબીએ છટકું ગોઠવીને ગૌચર દબાણની અરજી પાછી ખેંચવાના બહાને રૂ. ૩,૫૦,૦૦૦ની લાંચ લેતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે.
જુનાગઢમાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) ની ટીમ દ્વારા લાંચના છટકાનું સફળ આયોજન કરીને એક શખ્સને રૂ. ૩,૫૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી (ઉંમર વર્ષ ૫૪, ધંધો-મજુરી કામ, રહે. શેરી નં.૨, વૃંદાવન નગર સોસાયટી, મધુરમ બાયપાસ, જુનાગઢ) તરીકે થઇ છે. આ સફળ ટ્રેપ જુનાગઢના લીમડા ચોક, દિવાન ચોકની બાજુમાં જાહેર રોડ ઉપર ગોઠવવામાં આવી હતી.
આ કેસની વિગતો મુજબ, આરોપી કરશનભાઇ સોલંકીએ ફરિયાદીના ભત્રીજા વિરૂદ્ધ ગૌચર જમીનમાં દબાણ કર્યા અંગેની તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીમાં અરજી કરી હતી. આ અરજી પાછી ખેંચી લેવા અને તલાટી કે TDO કચેરી તરફથી કોઈ કાર્યવાહી ન થાય તેવી બાંહેધરી આપવાના બદલામાં આરોપીએ ફરિયાદી પાસે રૂ. ૫,૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જેમાંથી આરોપીએ અગાઉ પ્રથમ રૂ. ૨૫,૦૦૦/- અને ત્યારબાદ રૂ. ૧,૫૦,૦૦૦/- મેળવી લીધા હતા.
બાકી રહેતા રૂ. ૩,૫૦,૦૦૦/- આપવાનો વાયદો તા. ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એ.સી.બી. જુનાગઢ એકમની ટીમ દ્વારા લીમડા ચોક ખાતે જાહેર રોડ પર લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ ટ્રેપ દરમિયાન આરોપી કરશનભાઇ સોલંકી ફરિયાદી પાસેથી બાકી રહેલી લાંચની રકમ રૂ. ૩,૫૦,૦૦૦/- સ્થળ પર સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. એ.સી.બી. દ્વારા લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.