Crime
સુરત ક્રાઈમ બ્રાંચે પેરોલ પરથી ફરાર થયેલો આજીવન કેદી રીઢો ગુનેગાર મહેન્દ્ર ગામીત ઝડપ્યો
2009માં વરાછામાં યુવકની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મહેન્દ્ર ગામીતે 2026માં પેરોલ રજા મેળવીને ફરાર થઈ ગયા હતા. હવે સુરત ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો છે.
સુરતમાં વર્ષ 2009માં 'ધનુબેનની મશ્કરી કેમ કરે છે' તેવું કહીને યુવકને રહેંસી નાખનાર અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા રીઢા ગુનેગાર મહેન્દ્ર ઉર્ફે પિન્ટુ દશરથભાઈ ગામીત (ઉ.વ. 41)ને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. મહેન્દ્રએ પોતાના સાગરીતો અરમેઠ યાદવ અને અનિલ સાથે મળીને 19 ડિસેમ્બર 2009ના રોજ વરાછાના અશ્વિનીકુમાર વિસ્તારમાં બાદલ પ્રધાન નામના યુવક પર ચાકુ, લોખંડની મૂઠ અને લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી હતી. આ લોહિયાળ ખેલમાં વચ્ચે પડનાર મૃતકના ભાઈ પ્રતાપ પ્રધાનને પણ માથા અને પેટના ભાગે ચાકુના ઘા ઝીંકી જીવલેણ ઈજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ ચકચારી હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં નામદાર સુરત સેશન્સ કોર્ટ દ્વારા 4 સપ્ટેમ્બર 2014ના રોજ આરોપી મહેન્દ્ર ગામીતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા કાપી રહેલો આ કેદી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ હતો. ગત 4 મે 2026ના રોજ તેને જેલમાંથી લોન્ગ પેરોલ રજા મળી હતી. પેરોલ પૂરી થતાં તેણે 6 જૂન 2026ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે જેલમાં હાજર થવાના બદલે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં પ્રિઝનર એક્ટ હેઠળ તેના વિરુદ્ધ અલગથી ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.