🔥 TRENDING માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી... Pollution of fire crackers Lal Krishna Adhvani Turns 100: PM Refl... FSSAI Seizes 3,280 Tonnes of Food, Can... Gavaskar Defends Axar Patel’s Promotio... તેજ અને ઊર્જાના પ્રતિક સમાન આજના આ દીપ...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત: અમીષ પટેલની અપમૃત્યુ કેસમાં ન્યાય માટે વિશાળ રેલી
Local

સુરત: અમીષ પટેલની અપમૃત્યુ કેસમાં ન્યાય માટે વિશાળ રેલી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 21 Sep 2026, 11:22 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં 21 સપ્ટેમ્બરે અમીષ પટેલના પરિવાર અને સમર્થકો દ્વારા RTO સામે રેલી યોજાઈ, જેમાં ઉચ્ચ અધિકારીઓને કેસની નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી માટે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું.

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી શરૂ થઈને RTO અને IG, DSP કચેરીઓ સુધી પહોંચતી વિશાળ રેલીમાં અમીષ પટેલના પરિવારજનો, સમર્થકો અને વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલ અને શાંતિભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા.

રેલીના અંતે ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપી, કેસની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.

અમીષ પટેલની અપમૃત્યુ અંગે પરિવારજનોના દાવા મુજબ 5 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે પિંજાર ગામથી આવતાં ભાઈને ડીજે અને ગણપતિના વરઘોડા દરમિયાન ઢસડીને લઈ જઈ માર મારવામાં આવ્યો, જેના કારણે માથાની ગંભીર ઈજા થઈ અને મૃત્યુ થયું.

આ ઘટનાની તપાસમાં સ્થાનિક પોલીસ અને RTOની ભૂમિકા પર પ્રશ્નો ઉઠ્યા છે, અને પરિવારજનોને ન્યાયની અપેક્ષા છે.
📲Get App