એકતાનગરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આગમન
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું આજે આગમન થયું છે. રાષ્ટ્રપતિશ્રીના આગમન પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાત સરકારના પ્રોટોકોલ મંત્રી પ્રફુલ પાનશેરિયા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે SSNNLના MD મુકેશ પુરી, જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે એટલે કે 22 સપ્ટેમ્બર, 2026ના રોજ એકતાનગર ખાતે યોજાનારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે વિવિધ કેટેગરીમાં વિજેતા બનેલા ફિલ્મકારો અને કલાકારોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
એકતાનગર ખાતે પ્રથમવાર યોજાઈ રહેલા આ રાષ્ટ્રીય કક્ષાના ગૌરવપૂર્ણ સમારોહને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. દેશના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત કલાકારો તથા આમંત્રિત મહેમાનોનું પણ એકતાનગર ખાતે આગમન થઈ રહ્યું છે.
વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર હવે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિશ્રીના આગમન અને આગામી ભવ્ય સમારોહને લઈને એકતાનગરમાં વિશેષ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.