🔥 ट्रेंडिंग Ellis Bridge નજીક જય ભવાની વડાપાવની દુ... पटोले सोसायटीमध्ये भव्य गणेश विसर्जन,... Heavy Nighttime Rain Floods Villages i... ભુજ તાલુકા સેવાસેતુ કાર્યક્રમ : સરકારી... यूट्यूब ने सब्सक्रिप्शन प्लेटफॉर्म पर... प्रधमा दृष्टि कुट्टकर का आधिकारिक तमिल...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાલ્મિકી આશ્રમના બાળકો સાથે રાજ્યપાલશ્રીએ કર્યો સવારનો યોગાભ્યાસ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 21 सित. 2026, 08:52 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર નજીક આવેલા બોરીયા વાલ્મિકી આશ્રમ ખાતે પ્રેરણાદાયી સવાર
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં એકતાનગર નજીક આવેલા બોરીયા વાલ્મિકી આશ્રમ ખાતે ગુજરાતના રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ આશ્રમના બાળકો સાથે સવારના સમયે યોગાસન અને પ્રાણાયામ કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ બાળકો સાથે યોગાભ્યાસ કરીને માત્ર યોગનું મહત્વ સમજાવ્યું નહીં, પરંતુ યુવા પેઢીને શારીરિક તંદુરસ્તી સાથે માનસિક સ્વાસ્થ્ય અને એકાગ્રતા જાળવવાનો સંદેશ પણ આપ્યો હતો.
આ પ્રસંગે બાળકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યપાલશ્રી સાથે યોગ કરીને બાળકોએ શિસ્ત, સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવનશૈલી તરફ આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલશ્રી દેવવ્રતજીની આ પહેલ દ્વારા “સ્વસ્થ યુવા – સશક્ત સમાજ”નો સંદેશ વધુ મજબૂત બન્યો છે. યુવા ધન શારીરિક તેમજ માનસિક રીતે સમૃદ્ધ બને અને સ્વસ્થ જીવનશૈલીને પોતાના જીવનનો અભિન્ન હિસ્સો બનાવે, તે માટે યોગ એક અસરકારક માધ્યમ બની શકે છે.
📲Get App