🔥 ट्रेंडिंग માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી... Pollution of fire crackers लालकृष्ण आडवाणी का 100वाँ वर्ष: पीएम न... FSSAI ने राष्ट्रीय जांच में 3,280 टन ख... गावस्कर ने किया समर्थन: भारत के दूसरे... તેજ અને ઊર્જાના પ્રતિક સમાન આજના આ દીપ...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાયબર ક્રાઈમ ટીમ દ્વારા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયેલ

સાયબર ક્રાઈમ ટીમ દ્વારા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયેલ

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 21 सित. 2026, 08:12 PM 👁 186
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામમા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ ટીમ દ્વારા વિદ્યાર્થીઓમાં સાયબર ગુનાઓ અંગે જાગૃતિ આવે તે હેતુથી વિશેષ સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, ફેક લિંક, OTP, સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડી સહિતના સાયબર ગુનાઓથી બચવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અજાણી લિંક પર ક્લિક ન કરવું, OTP કે બેંકની ગુપ્ત માહિતી કોઈ સાથે શેર ન કરવી તેમજ શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ અંગે સાવચેત રહેવા સમજાવવામાં આવ્યું હતું.સાયબર ક્રાઈમ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે જાગૃત રહીને પોતે તેમજ પરિવારજનોને પણ સાવચેત રાખવા અપીલ કરવામાં આવી હતી.રિપોર્ટ: અસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App