🔥 TRENDING आगरा में बिजली चोरी पर 55 पर मुकदमा, ब... JD(U) chief urges ‘Recall Bihar before... BSF Stops Sikh Nagar Kirtan En Route t... Delhi Government to Upgrade Roads and... मिर्जापुर मोहल्ले में पुलिस ने हथियारो... Bihar Links 968 Police Stations to Nat...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાયબર ક્રાઈમ ટીમ દ્વારા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયેલ

✍️ Reporter: Gilani Asikali 🗓 21 Sep 2026, 08:12 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામમા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ ટીમ દ્વારા વિદ્યાર્થીઓમાં સાયબર ગુનાઓ અંગે જાગૃતિ આવે તે હેતુથી વિશેષ સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, ફેક લિંક, OTP, સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડી સહિતના સાયબર ગુનાઓથી બચવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અજાણી લિંક પર ક્લિક ન કરવું, OTP કે બેંકની ગુપ્ત માહિતી કોઈ સાથે શેર ન કરવી તેમજ શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ અંગે સાવચેત રહેવા સમજાવવામાં આવ્યું હતું.સાયબર ક્રાઈમ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે જાગૃત રહીને પોતે તેમજ પરિવારજનોને પણ સાવચેત રાખવા અપીલ કરવામાં આવી હતી.રિપોર્ટ: અસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App