🔥 TRENDING માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી... Pollution of fire crackers Lal Krishna Adhvani Turns 100: PM Refl... FSSAI Seizes 3,280 Tonnes of Food, Can... Gavaskar Defends Axar Patel’s Promotio... તેજ અને ઊર્જાના પ્રતિક સમાન આજના આ દીપ...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પાટીદાર સંગઠનનું 'પાટીદાર કા રાજા' કાર્યક્રમ
Local

સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પાટીદાર સંગઠનનું 'પાટીદાર કા રાજા' કાર્યક્રમ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 21 Sep 2026, 11:24 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણેશોત્સવ દરમ્યાન સુરતના યોગીચોકમાં KBC-4 ગ્રાઉન્ડ પર પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત 'પાટીદાર કા રાજા' લોકડાયરામાં ભક્તિ અને લોકગીતોની રમઝટ સાથે રૂપિયાનો વરસાદ થયો.

સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત 'પાટીદાર કા રાજા' ગણેશ પંડાલ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગીચોક સ્થિત KBC-4 ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ ડાયરામાં મોટી સંખ્યામાં શહેરીજનો અને ભક્તો ઉમટી પડ્યા હતા. લોકસાહિત્ય અને સંગીતની રમઝટ વચ્ચે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પાટીદાર ગીતો અને તેના પર થયેલો રૂપિયાનો વરસાદ રહ્યો હતો.

‘પટેલ વટ છે તમારો’ ગીત ગુંજતાં જ માહોલ જામ્યો કાર્યક્રમમાં જાણીતા લોકગાયિકા અલ્પા પટેલે પોતાની આગવી શૈલીમાં ભક્તિ અને લોકગીતોની પ્રસ્તુતિ કરી હતી. તેમણે જ્યારે ‘પટેલ વટ છે તમારો...’ ગીત લલકાર્યું ત્યારે સમગ્ર પંડાલમાં જોશનો માહોલ સર્જાયો હતો. આ ગીત દરમિયાન પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાને ઊભા કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત ઉત્સાહી યુવાનો તથા લોકોએ તેમના પર રૂપિયાનો જોરદાર વરસાદ કર્યો હતો. આ સાથે જ મંચ પર ગાયિકા અલ્પા પટેલ પર પણ રોકડની છોળો ઉડાડી લોકોએ મોજ વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં પાટીદાર સંગઠન અને લોકગાયિકા અલ્પા પટેલની પ્રસ્તુતિએ સુરતના સાંસ્કૃતિક દૃશ્યને વધુ રંગીન બનાવ્યું, અને ભક્તિ અને લોકસાહિત્યના મિલનથી શહેરના રહેવાસીઓમાં ઉત્સાહ અને આનંદનો અહેસાસ થયો.
📲Get App