🔥 TRENDING Bulletproof Scorpio Stops Attack on Fo... Delhi Introduces Robotic Elephants for... Chhattisgarh to Lead National Water Ma... Tanvi's Arangetram Showcases Bharatana... Gandhi Nagar Market Merchants to Repai... Bihar launches online portal for Vaasb...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર રેલવે સ્ટેશનમાં મેમુ ટ્રેનનું ભવ્ય સ્વાગત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Sep 2026, 07:28 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર સ્ટેશનમાં મેમુ ટ્રેનનું ભવ્ય સ્વાગત અને નવી રેલ સેવા શરૂ થઈ, જે સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારમાં મુસાફરો માટે સમય બચત લાવશે..

સાબરકાંઠાના-:
હિંમતનગર રેલવે સ્ટેશનમાં અસારવા થી ખેડબ્રહ્મા રૂટ પર નવી શરૂ થયેલી મેમુ ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં સાબરકાંઠા–અરવલ્લી લોકસભાના સાંસદ શોભના એમ. બારૈયાની સફળ રજૂઆતને કારણે આ તક પ્રાપ્ત થઈ.મેમુ ટ્રેન અસારવા થી ખેડબ્રહ્મા સુધીની સેવા આપશે,જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને બેરોજગાર લોકો માટે મુસાફરીને વધુ સુગમ બનાવશે..

નવા ટ્રેનના પ્રારંભથી સમયની નોંધપાત્ર બચત થશે અને રેલ કનેક્ટિવિટીના વિકાસમાં આ એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે.કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા,તલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, તલોદ શહેર પ્રમુખ કૌશલભાઈ ગજ્જર અને અન્ય સંગઠનના પદાધિકારીઓ, કર્મઠ કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.સત્તાવાર રીતે આ ટ્રેનની સેવા શરૂ કરીને જનસુવિધા અને લોકકલ્યાણ માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.
📲Get App