🔥 TRENDING ગાંધીનગર BJPમાં ઉમેદવાર પસંદગીની લડત:... Karnataka Minister’s ‘Tipping Good Off... 18 Congress Councillors Detained at Ha... 273 Civic Bodies Hold Mayor and Chairp... Tamil Nadu grapples with power shortag... Annamalai Criticises Vijay’s UK Trip,...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જાફરાબાદમાં પાંચ દિવસીય ગણેશોત્સવ પૂર્ણ, ગણેશજીનું સમુદ્રમાં વિસર્જન

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 21 Sep 2026, 10:54 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાફરાબાદમાં પાંચ દિવસીય ગણેશોત્સવ પૂર્ણ થયું, ગણેશજીને દરિયામાં રંગે ચંગે વિસર્જન કરવામાં આવ્યું.

જાફરાબાદમાં પાંચ દિવસીય ગણેશોત્સવ પૂર્ણ થયું, જેમાં ગણેશ બાપ્પા મોરિયાના નાદથી દરિયા કિનારો ગુંજી ઉઠ્યો.

વિવિધ ગૃપોએ જાફરાબાદ અને ખારવા વાડમાં ઘરે ઘરે ગણેશજીની સ્થાપના કરી, અને પાંચ દિવસ સુધી ભાવિકોએ આરતી પ્રસાદનો લાવો માણ્યો. મહોત્સવ દરમિયાન રાસગરબા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી.

વિસર્જન દિવસે, જુદા જુદા વિસ્તારોમાંથી ભાવિકો યાત્રાઓ નીકળી, ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રામાં જોડાયા. ગણેશજીની આરતી ઉતારી, પૂજા અર્ચના કરી, ભક્તિભોજન તૈયાર કરીને બોટ મારફતે ગણેશજીને દરિયામાં લઈ જવામાં આવ્યા.

મહિલાઓ અને બાળકો દ્વારા શ્રીજીને અશ્રુભીની આંખે વિદાય આપી, અને ગણેશજીનું સમુદ્રમાં રંગે ચંગે વિસર્જન પૂર્ણ થયું.
📲Get App