🔥 ट्रेंडिंग સુરતમાં કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ... સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પાટીદાર સંગઠ... સુરત: અમીષ પટેલની અપમૃત્યુ કેસમાં ન્યા... चत्रपती संभाजी नगरमध्ये गणपती उत्सव सा... નવી વસાહત વિસ્તારમાં યુવતીને લલચાવી ફો... चत्रपती संभाजी नगरमध्ये गणपती उत्सव सा...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મચ્છુનગર રેલવે ફાટક પાસે મહિલાની હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો

✍️ रिपोर्टर: Rameshbhai Ven 🗓 21 सित. 2026, 09:35 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક પાસે બાવળની ઝાડીમાંથી મળી આવેલી મહિલાની લાશના હત્યા કેસમાં પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ બળાત્કાર પછી મહિલાનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહ છુપાવ્યો હોવાની કબૂલાત કરી છે.

ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક પાસે બાવળની ઝાડીમાંથી મળી આવેલી આશરે 45 વર્ષીય મહિલાની લાશના હત્યા કેસમાં પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. તા. 19 સપ્ટેમ્બર 2026ના રોજ મચ્છુનગર રેલવે ફાટક નજીક બાવળની ઝાડીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધાયો હતો.

ગંભીર બનાવને પગલે પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ, એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એફ.એસ.એલ., ક્રાઈમ સીન એક્સપર્ટ, ડોગ સ્ક્વોડ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદ લેવામાં આવી હતી. ઘટનાસ્થળેથી મળેલા રૂમાલ અને ચંપલ તથા નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે શંકાસ્પદ ઇસમની ઓળખ કરવામાં આવી હતી. સીસીટીવીમાં બનાવના આશરે એક કલાક પહેલાં એક ઇસમ માથા પર રૂમાલ વીંટાળીને પસાર થતો જોવા મળ્યો હતો.

પોલીસે આ દિશામાં તપાસ કરતા આરોપીને ગણતરીના કલાકોમાં ઇન્દિરાનગર રેલવે પાટા પાસેથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ મહિલાને બળજબરીથી પકડી પાડ્યા બાદ તેણીએ બૂમાબૂમ કરતાં ગળું દબાવી હત્યા કરી હોવાનું અને ત્યારબાદ તેની સાથે બળાત્કાર કરી મૃતદેહને બાવળની ઝાડીમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

પકડાયેલ આરોપી પ્રેમસિંગ પુરીબાગ (ઉંમર 23 વર્ષ) ઓરિસ્સા રાજ્યના નુઆપાડા જિલ્લાના શ્રદ્ધાપુર, પો.સ્ટ. સુનાપુર, થાના બોડનનો રહેવાસી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App