🔥 TRENDING ચલાલાની દાનેવ ટીમને વિજય, 21,000 રૂપિય... उरई में डीएलएड सेमेस्टर परीक्षा के दौर... रुद्रपुर में नया टुक टुक आया, नागरिकों... Veteran Actor Sunil Shetty Appointed t... केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया... Former Selector Chethan Sharma Endorse...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોટી વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા જામનગર ટ્રાન્સમિશન લિમિટેડને બીજી નોટીસ પાઠવવામાં આવી છે.

✍️ Reporter: Rahul Khara 🗓 21 Sep 2026, 01:22 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા ગૌચર જમીન પર થતા બિનઅધિકૃત ખોદકામ મામલે જામનગર ટ્રાન્સમિશન લિમિટેડને ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ ૧૦૫ હેઠળ બીજી નોટીસ પાઠવવામાં આવી છે.
​અગાઉ ૧૪/૦૮/૨૦૨૬ના રોજ અપાયેલી પ્રથમ નોટીસ છતાં યોગ્ય મંજૂરી કે કાયદેસરના પુરાવા રજૂ કર્યા વગર ગૌચર જમીન સર્વે નંબર ૯૭૫ માં ગેરકાયદેસર ખોદકામ ચાલુ રાખવામાં આવતા ગ્રામ પંચાયતે આ કડક વલણ અપનાવ્યું છે.
​નોટીસમાં આપવામાં આવેલા મુખ્ય આદેશો:
૧. સક્ષમ સત્તાધિકારી દ્વારા મળેલી મંજૂરીના અસલ કાગળો ૭ દિવસમાં રજૂ કરવા.
૨. ગૌચર જમીન પરનું બિનઅધિકૃત ખોદકામ તુરંત બંધ કરી જમીનને મૂળ સ્થિતિમાં લાવવી.
૩. ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ પુનઃ ન કરવા અંગે બાંહેધરી આપવી.
​પોલીસ બંદોબસ્ત અને કાનૂની કાર્યવાહીની ચેતવણી:
જો નિયત સમયમર્યાદામાં (૭ દિવસમાં) આ આદેશોનો અમલ નહીં કરવામાં આવે, તો પંચાયત દ્વારા પોલીસ બંદોબસ્ત મેળવીને ખોદકામ બંધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, જમીનને મૂળ સ્થિતિમાં લાવવાનો અને પંચાયતને થયેલો તમામ ખર્ચ કંપની પાસેથી વસૂલ કરવામાં આવશે તથા જવાબદારો સામે ફોજદારી/કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App