🔥 TRENDING SP Orders Administrative Shake‑Up Afte... 57-year-old dairy operator dies after... મહીસાગર જિલ્લામાં પોલીસ અધિક્ષકની આગેવ... ભરૂચમાં ₹4.88 કરોડ ખર્ચે અદ્યતન મોડલ ફ... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેન્ડર મંજ... ભાવનગરમાં કેસરિ મિત્ર મંડળ દ્વારા આયોજ...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા યુવા મોરચાની બૃહદ જિલ્લા બેઠકમાં આગામી કાર્યક્રમો માટે માર્ગદર્શન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Sep 2026, 07:20 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય જનતા યુવા મોરચા-સાબરકાંઠા દ્વારા આયોજિત બૃહદ જિલ્લા બેઠકમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલ અને અન્ય નેતાઓએ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું..

ભારતીય જનતા યુવા મોરચા-સાબરકાંઠા દ્વારા આયોજિત બૃહદ જિલ્લા બેઠકમાં ઉપસ્થિત રહી સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે માર્ગદર્શન પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો હતો. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલ, પ્રદેશ મહામંત્રી ડૉ. નરેશભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુ પટેલના માર્ગદર્શન હેઠળ ચર્ચાઓ થઈ હતી.આ બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈને સંગઠનાત્મક આયોજન, જવાબદારીઓ અને કાર્યયોજનાને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નેતાઓએ સંગઠનના વિસ્તાર અને કાર્યકર્તાઓની સક્રિયતા પર ભાર મૂક્યો હતો..

બેઠકમાં જિલ્લા મહામંત્રી ગણપતસિંહ ઝાલા અને યુવા મોરચાના પ્રમુખ ડો. ધવલ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંગઠનની શક્તિ, કાર્યકર્તાઓનો ઉત્સાહ અને સુઆયોજિત આયોજન પર પ્રકાશ પાડ્યો હતો.આગામી કાર્યક્રમોમાં વધુ સશક્ત કામગીરી કરવાના સંકલ્પ સાથે આ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.ભારતીય જનતા યુવા મોરચો-સાબરકાંઠા જિલ્લાના ડો.નરેશ.કે.દેસાઈ અને ડો.ધવલ રાવલે આ પ્રસંગે ઉપસ્થિત રહીને સંગઠનને માર્ગદર્શન આપ્યું હતું.
📲Get App