🔥 ट्रेंडिंग दरभंगा में लोजपा रामविलासअल्पसंख्यक मो... दरभंगा में लोजपा रामविलासअल्पसंख्यक मो... ૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પા... पिछुपारा कलां टोल प्लाज़ा पर सड़क सुरक... વાવ તાલુકાની લાલપુરા એટા ગ્રામ પંચાયત...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા પોલીસ દ્વારા ૨૧ શાળા-કોલેજમાં સાયબર સુરક્ષા સેમિનાર, ૪,૦૦૦ વિદ્યાર્થીઓને જાગૃત..
शिक्षा

સાબરકાંઠા પોલીસ દ્વારા ૨૧ શાળા-કોલેજમાં સાયબર સુરક્ષા સેમિનાર, ૪,૦૦૦ વિદ્યાર્થીઓને જાગૃત..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 21 सित. 2026, 10:16 PM 👁 90
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા પોલીસએ વિવિધ શાળા-કોલેજોમાં ૨૧ સાયબર અવેરનેસ સેમિનાર યોજી ૪,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અને ડિજિટલ સુરક્ષા વિશે જાણકારી આપી..

સાબરકાંઠા જિલ્લા-:
પોલીસ હેઠળના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ શાળા-કોલેજોમાં ૨૧ સાયબર અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યા.આ સેમિનારોમાં ૪,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ,ડિજિટલ સુરક્ષા અને સાયબર ફ્રોડ નિવારણ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી..

પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને શંકાસ્પદ સંદેશાઓ, નકલી વેબસાઇટ્સ અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે જરૂરી પગલાંઓ વિશે માર્ગદર્શન આપ્યું.યુવાનોને ડિજિટલી સ્માર્ટ અને સતર્ક બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું તેમજ સાયબર ફ્રોડનો શિકાર બનતા તાત્કાલિક ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી.
📲Get App