🔥 TRENDING હરેકૃષ્ણ મંદિરમાં શયન આરતીનું દર્શન, પ... સુરતમાં માર્કેટમાં આગ લગાવનાર આરોપીને... ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની મૃત્યુ... ધારી નવી વસાહત એરિયામાંથી સગીર યુવતીને... CM Majhi to Decide on Teachers' Issues... Red Alert Issued for Ganjam, Gajapati,...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

વડોદરામાં ત્રણ દિવસની અસહ્ય ગરમી બાદ ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ, શહેરીજનોમાં રાહત

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 21 Sep 2026, 11:40 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા શહેરમાં સતત ત્રણ દિવસથી ચાલતી અસહ્ય ગરમી અને બફારાના માહોલ બાદ આજે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા શહેરીજનોને ઠંડક મળી છે.

વડોદરા શહેરમાં સતત ત્રણ દિવસથી અસહ્ય ગરમી અને બફારાનો માહોલ છવાયેલો હતો, જેના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. તેવામાં આજે સમી સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.

અચાનક વરસાદ વરસતા રસ્તાઓ પર અવર-જવર કરતા વાહનચાલકો અને બજારોમાં ખરીદી અર્થે નીકળેલા નાગરિકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હોવાનું અને કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટો-છવાયો ઝાપટું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ વરસાદને પગલે શહેરના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને વડોદરાવાસીઓએ ગરમીમાંથી રાહત સાથે ઠંડકનો અનુભવ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતા મહિને નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આવા અકાળે વરસાદની એન્ટ્રીથી મોટા પાયે ગરબાનું આયોજન કરતા આયોજકો અને ખેલૈયાઓમાં નવરાત્રિ દરમિયાન વરસાદ વિઘ્ન બને તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.
📲Get App