🔥 TRENDING હિંમતનગરમાં પદયાત્રીઓને કારે અડફેટે લી... મુંદરામાં અંગ્રેજી ઘરૂ સાથે "મોટા રાજુ... ડભાલી પ્રાથમિક શાળાએ આત્મનિર્ભર ભારતની... Hyderabad Ganesh Immersion Revives Pol... Telangana Farmers Escalate Protests at... Telangana Faces Drinking Water Crisis...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સાતકુંડા ખાતે પોલીસ અને પ્રજાનો મહા સ્વચ્છતા યજ્ઞ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 21 Sep 2026, 07:18 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લા પોલીસ વડા શ્રી સફિન હસનની આગેવાનીમાં સાતકુંડા ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મહા સ્વચ્છતા અભિયાન

લુણાવાડા,

સમગ્ર રાજ્યમાં એક માસ સુધી ચાલનાર રાજ્યવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પર્યાવરણ જતન અને સ્વચ્છતા માટે મહીસાગર જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાતકુંડા, ગોધર ખાતે પોલીસ વિભાગ દ્વારા સ્વચ્છતા સેવા પહેલ હેઠળ શ્રમદાન અને સ્વચ્છતા અભિયાન યોજાયો.

મહીસાગર જિલ્લા પોલીસ વડા શ્રી સફિન હસનની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સેવા કાર્યક્રમમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે. જી. ચાવડા તેમજ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જી. એલ. ચૌધરી સહિત જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સહિત ત્યાંના સ્થાનિક ગ્રામજનો અને યુવાનો પણ ઉત્સાહભેર મોટી સંખ્યામાં આ સ્વચ્છતા યજ્ઞમાં જોડાયા હતા, જેણે લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને સૌના સહયોગથી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે મહીસાગર પોલીસ દ્વારા નાગરિકોને પણ એક સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો છે કે: "આવો, આપણે સૌ પણ આપણા આસપાસના પરિસરને સ્વચ્છ રાખી 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત'ના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બનીએ.
📲Get App