🔥 TRENDING Fourth Uttar Pradesh International Tra... Vice President Radhakrishnan to Inaugu... Aurangabad Police Arrest Two Members o... Jabalpur: Alcohol‑Fueled Fight Leaves... BJP Chairperson Finalised in Mount Abu... ધનલક્ષ્મી યુવક મંડળનું માનજલપુરમાં ગણપ...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

છેતરપિંડી

✍️ Reporter: Sabir Haji 🗓 20 Sep 2026, 08:20 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

ધોરાજીમાં વેપારી સાથે રૂ. ૬.૭૮ લાખની છેતરપિંડી: માછલીના વેપારીને જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ
ધોરાજી:
રાજકોટ જિલ્લાના ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં માછલીના વેપાર સંબંધિત રૂ. ૬.૭૮ લાખની છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની એક ગંભીર ફરિયાદ નોંધાવવા અરજી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપણબંદર ખાતે રહેતા અને માછલીનો હોલસેલ વેપાર કરતા આસિફભાઈ અલાયા રાડીયાએ ધોરાજીના મોહમ્મદ અજીજ પીંજરા નામના વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
શું છે સમગ્ર મામલો?
અરજીમાં જણાવ્યા અનુસાર, અરજદાર આસિફભાઈએ ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા મોહમ્મદ અજીજ પીંજરાને રૂ. ૮,૧૦,૦૦૦/- ની કિંમતની નાની માછલીઓ પાકા બિલથી વેચી હતી. આ સોદા પેટે સામાવાળા મોહમ્મદ અજીજે શરૂઆતમાં રોકડા રૂ. ૧,૩૨,૦૦૦/- ની ચૂકવણી કરી હતી. બાકી નીકળતી રૂ. ૬,૭૮,૦૦૦/- ની રકમ માટે 'બેંક બંધ છે' તેમ કહી બે દિવસમાં નાણાં ચૂકવી આપવાનો વિશ્વાસ આપ્યો હતો.
વેપારીને ઉઘરાણી કરતા મળી ધમકી
નિયત સમયમર્યાદા વીતી ગયા બાદ પણ બાકી રકમ ન ચૂકવાતા અને સામાવાળાએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા અરજદાર ધોરાજી ખાતે રૂબરૂ ઉઘરાણી કરવા પહોંચ્યા હતા. આ સમયે આરોપી મોહમ્મદ અજીજે ઉશ્કેરાઈને ગાળો આપી હતી અને "હું તારા પૈસા આપવાનો નથી, તારાથી જે થાય તે કરી લેજે અને હવે ધોરાજીમાં દેખાઈશ તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી હતી.
અન્ય વેપારીઓ સાથે પણ ઠગાઈની આશંકા
ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીએ શરૂઆતથી જ માલ પચાવી પાડવાના બ Intent (ઈરાદા) થી ખોટા વાયદા કરી વિશ્વાસઘાત કર્યો છે. આ ઉપરાંત, તેણે અન્ય વેપારીઓ સાથે પણ આ જ પ્રકારે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે અરજદારે ત્રણ સાક્ષીઓની હાજરીમાં ધોરાજી પોલીસ મથકે ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કડક કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત માંગ કરી છે.
📲Get App