Local
સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તા સિગ્નલ બેટરી ચોરીની શાતિર ટોળકી પર્દાફાશ
સુરત ક્રાઈમ બ્રાન્ચે ગોડાદરા વિસ્તારમાંથી બે ઉત્તર પ્રદેશના આરોપીઓને ઝડપી લીધા, જેઓ ટ્રાફિક સિગ્નલની ઇન્વર્ટર બેટરી ચોરીમાં સંકળાયેલા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તાઓ પર લાગેલા ટ્રાફિક સિગ્નલોમાંથી બેટરીઓની ચોરી કરતી શાતિર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ટ્રાફિક સિગ્નલના પોઇન્ટ પરથી ઇન્વર્ટર બેટરીઓની ઉઠાંતરી કરનારા બે આરોપીઓ, રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડે, ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા.
બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, બંને ધોરણ-12 સુધી ભણેલા છે.
મુખ્ય આરોપી રાજેશકુમાર તિવારી પાંડેસરા જી.આઈ.ડી.સી. સ્થિત કપડાંની ફેક્ટરીમાં માસ્ટર તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેનો સાથીદાર લાલમણી પાન્ડે ગોડાદરા વિસ્તારમાં બીઆરટીએસ રોડ સામે ‘લક્ષ્ય બેટરી ઇન્વેટર’ નામની દુકાન ભાડે રાખીને બેટરીનો વેપાર-ધંધો ચલાવતો હતો.
સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા આ શખ્સોએ ટૂંકા સમયમાં સરળતાથી પૈસા કમાવવા માટે ચોરીનો આ રસ્તો અપનાવ્યો હતો.