🔥 ट्रेंडिंग सीतापुर में बड़ी संख्या में आवारा कुत्... कालकाजी की राजनीति में आज भी याद किए ज... મધરાતે ઝઘડિયા ચોકડીની નજીક મગરની દેખાવ रुपयानामहा फिल्म का आधिकारिक ट्रेलर जा... गोवा में समस्याओं का सामना करने वाला त... गांव में किसानों के लिए रेन चेक योजना...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડભોઇ એસ ઓ યુ રોડની ગંદકીને ઢાંકવા નો પ્રયાસ ની નિંદા!

✍️ रिपोर्टर: Dharmendrakumar Dhobi 🗓 20 सित. 2026, 08:58 AM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઇ એસ ઓ યુ રોડની ગંદકીને ઢાંકવાનો પ્રયાગ નીનિંદા

ડભોઈ એસ.ઓ.યુ રોડ ની ગંદકી ને ઢાંકવા નો પ્રયાસ ની નિંદા !!



ડભોઈ નગરપાલિકા ને પ્રાદેશિક કમિશ્નર તરફ થી અવારનવાર સ્વચ્છતા અંગે નોટિસ મળતી હોવાની માહિતી બહાર આવી છે અને નગર માં કચરા ના ઢગલા ઠેર ઠેર જોવા મળે છે સફાઈ ને લઈ નગરપાલિકા સાથે નગરજનોની આળસ પણ જવાબદાર છે
નગરના એસ.ઓ.યુ માર્ગ શિનોર ચોકડી થી નાંદોદી ભાગોળ માર્ગ પર આગામી ૨૨ તારીખે દેશ ના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પાદરા ના કાર્યક્રમ બાદ એકતા નગર જઈ શકે છે જેને લઈ આ માર્ગ પર ની ગંદકી રાષ્ટ્રપતિ ની નજરે ના ચઢે એ માટે તંત્ર દ્વારા લીલા કલર ની નેટ બાંધવા ની કામગીરી ચાલી રહી છે ત્યારે પ્રશ્ન એ ઉઠે કે આ કામગીરી કોના હુકમ થી કોણ કરી રહ્યું છે નગરના આ માર્ગ પર નગરપાલિકા આવેલી છે અને નગરપાલિકા ના સભ્યો , કર્મચારીઓ આ માર્ગ પર ગંદકી નજરે નહીં ચડતી હોય ડભોઈ નગરપાલિકા નુ સેનેટરી વિભાગ વિવાદ ના વમળ મા સપડાયેલુ હોય એ સ્વચ્છતા ની અસર નગર પર જોવા મળે છે ત્યારે રાષ્ટ્રપતિ ના આ માર્ગ પર ની વિદાય બાદ સેનેટરી વિભાગે આ રોડ ની આજુબાજુ ની સફાઈ યુદ્ધ ના ધોરણે કરવી જોઈએ એમ નગરમાં ચર્ચા નો વિષય બનવા પામ્યો છે ડભોઈ નગરમાં ગંદકી દુર કરવા નગરપાલિકા સાથે સામાજિક સંસ્થા ઓ , રાજકીય આગેવાનો અને સામાજિક અગ્રણીઓ એ " મારુ ડભોઈ સ્વચ્છ ડભોઈ " ના સુત્ર ને સાર્થક કરવા આગળ આવવુ પડશે અને નગરપાલિકા મા સેનેટરી વિભાગ ના કર્મચારીઓ ની અછત ટેબલ ના કર્મચારીઓ થી પુરી કરવા નો સમય આવી ગયો છે બાકી આંગળા ચાટે પેટ ના ભરાય એ વહીવટી તંત્ર એ પણ સમજવું પડશે એ નક્કી છે
📲Get App