🔥 ट्रेंडिंग સુરેશભાઈ દેસાઈને લઘુ ઉદ્યોગ ભારતીના મં... திருநெல்வேலி‑தென்காசி அருகே விநாயகர் ச... நெல்லை ரிலையன்ஸ் சூப்பர் மார்க்கெட் அர... સાબરકાંઠા જિલ્લામાં ખેરોજમાં 'મા કા ભં... योगी अडियानाथ ने यूपी पुलिस की कानून व... हाई कोर्ट ने यूपी पुलिस को हिंदू-इस्ला...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુરમાં ભાદરવા સુદ નોમ નિમિત્તે રામાપીરના નેજા ચઢાવાયા ડીજેના તાલે યુવકો નાચતા-ઝૂમતા જોવા મળ્યા, ‘રામપીર’ના નારાથી ગુંજી ઉઠી સાંતલપુરની શેરીઓ

✍️ रिपोर्टर: Mehul sinh jadeja 🗓 20 सित. 2026, 01:54 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં ભાદરવા સુદ નોમ નિમિત્તે રામાપીરના નેજા ચઢાવાયા
ડીજેના તાલે યુવકો નાચતા-ઝૂમતા જોવા મળ્યા, ‘રામપીર’ના નારાથી ગુંજી ઉઠી સાંતલપુરની શેરીઓ
સાંતલપુર ગામમાં આજે ભાદરવા સુદ નોમના પવિત્ર દિવસે રામાપીરના નેજા ચઢાવવાનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે રામાપીરના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી રામાપીરના દર્શન-પૂજનનો લાભ લીધો હતો.
રામાપીરના નેજા સાથે સાંતલપુર બજારમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ડીજેના તાલ સાથે યુવકો નાચતા-ઝૂમતા જોવા મળ્યા હતા અને ‘રામસા પીર’ના નારાથી સાંતલપુરની શેરીઓ ગુંજી ઉઠી હતી.
શોભાયાત્રા દરમિયાન સમગ્ર સાંતલપુરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. ભક્તોએ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે રામાપીરના નેજા સાથે શોભાયાત્રામાં ભાગ લીધો હતો. પરંપરાગત ધાર્મિક ભાવના સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનો અને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
ભાદરવા સુદ નોમના આ પવિત્ર પ્રસંગે સાંતલપુરમાં દિવસભર રામાપીરની ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
📲Get App