🔥 TRENDING Karnataka to get Rs 15,000 cr investme... Karnataka Targets Rs 15,000 Crore Chip... Filmmaker Pradip Krishen Visited Rajas... Monsoon Begins Retreat as 43% of India... IMD Reports Southwest Monsoon Withdraw... MP CM Mohan Yadav announces Rs 4 lakh...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બનાસકાંઠામાં અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. જોશીની સરાહનીય કામગીરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 12:24 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓની સુરક્ષા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. જોશી દ્વારા રેડિયમ સ્ટીકર લગાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે, જેથી રાત્રિના સમયે અકસ્માતનું જોખમ ઘટી શકે..

બનાસકાંઠા જિલ્લામાં-:
અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓની સુરક્ષા અને રાત્રિના સમયે અકસ્માતની શક્યતા ઘટાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ.જોશી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.રાત્રિના અંધકારમાં વાહનચાલકોને પદયાત્રીઓ સરળતાથી દેખાઈ શકે અને કોઈ વાહનની ટક્કર ન લાગે તે માટે પદયાત્રીઓ તથા જરૂરી સ્થળોએ રેડિયમ સ્ટીકર લગાવવાની કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ.જોશીએ મહત્વની ભૂમિકા ભજવી છે..

આ કામગીરીથી રાત્રિના સમયે પદયાત્રીઓની દૃશ્યતા વધારવામાં મદદ મળશે અને માર્ગ અકસ્માતનું જોખમ ઘટાડવામાં સહાયરૂપ બની શકે છે.પદયાત્રીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી કરવામાં આવેલી આ કામગીરીને સ્થાનિક સ્તરે સરાહનીય પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
📲Get App