🔥 TRENDING வேலூர் விமான நிலையம் விரைவில் திறக்கப்... ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ જી.એસ.મલિકે સાબ... बिहार भ्रमण को पहुंचा थाईलैंड का 28सदस... રાજુલામાં બાપા સીતારામ ગ્રુપ દ્વારા ગણ... पुलिस अधीक्षक ने नव आरक्षक को अनुशासनह... સુરત લિમ્બયાતમાં 163 નંબરની ધારાસભ્ય સ...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મુન્દ્રા તાલુકા ના સાડાઉ ગામમાં થયેલ કોમર્શીયલ વાળાનો દબાણ મામલતદારશ્રી મુન્દ્રા દ્વારા દુર કરવામાં આવ્યું.

✍️ Reporter: B. K. MAHESHWARI 🗓 20 Sep 2026, 08:54 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુંદરા તાલુકાના સાડાઉ ગામની સરકારી જમીન સ.નં.૨૭૧ ના ક્ષેત્રફળ ૨૫૦૦ ચો.મી. ક્ષેત્રમાં થયેલ કોમર્શીયલ દબાણ બાબતે મામલતદારશ્રી મુંદરાએ કાર્યવાહી હાથ ધરી રજુઆતની પૂર્ણ તક આપ્યા બાદ વાદગ્રસ્ત જમીનમાં દબાણ દુર કરવા બાબતનો હુકમ કરવામાં આવેલ. સદરહું દબાણ વાળી કુલ જમીન ૨૫૦૦ ચો.મી. જેની વાણિજ્ય હેતુ માટેની જંત્રી દર મુજબ કિંમત કુલ રૂ.૩૩,૬૫,૦૦૦/- (શબ્દોમાં અંકે રૂપિયા તેત્રીસ લાખ પાસઠ હજાર પુરા) થાય છે. સદરહું વાણિજ્ય હેતુના દબાણવાળી જમીન પર આજ તા.૧૯/૦૯/૨૦૨૬ રોજ શ્રી અનિલ રાણાવસીયા, મે.શ્રી કલેક્ટરશ્રી, કચ્છ-ભુજ અને શ્રી અભિષેક સિન્હા, મે.શ્રી પ્રાંત અધિકારીશ્રી મુંદરાના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એસ.ગોંદિયા, મામલતદારશ્રી મુંદરાની ટીમ દ્વારા સ્થળ પર હાજર રહેતા સવાલવાળી જમીન પરનું ગેરકાયદેસર દબાણ દબાણકર્તાશ્રીઓ દ્વારા સ્વેચ્છાએ દુર કરવામાં આવેલ છે અને સદરહું દબાણ વાળી જમીનનો સરકાર પક્ષે કબ્જો લેવામાં આવ્યું હતુ.
📲Get App