અરવલ્લી: માલપુરના પરસોડા ગામે જાલા બાવજીનો મેળો આકર્ષણનું કેન્દ્ર બન્યો
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામે પરંપરાગત રીતે યોજાતો જાલા બાવજીનો મેળો આ વર્ષે પણ ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વર્ષોથી યોજાતા આ મેળામાં પરસોડા સહિત આસપાસના અનેક ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મેળાની સાથે ધાર્મિક વાતાવરણનો પણ આનંદ માણ્યો હતો.
પરસોડા ગામે આવેલું જાલા બાવજીનું નાનું મંદિર સ્થાનિક લોકોની આસ્થાનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. લોકમાન્યતા મુજબ જાલા બાવજીના મંદિરે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સંકલ્પ કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા ભક્તોમાં જોવા મળે છે. જેના કારણે વર્ષ દરમિયાન પણ અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવતા હોય છે અને પોતાની માનતા રાખતા હોય છે.
માનતા પૂર્ણ થયા બાદ ભક્તો દ્વારા મંદિરે સુખડી, શ્રીફળ, ઘી, દોરડા સહિતની વસ્તુઓ પ્રસાદ અને ધાર્મિક અર્પણ તરીકે ચઢાવવામાં આવે છે. મેળાના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તોએ જાલા બાવજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ધાર્મિક આસ્થા સાથે સાથે જાલા બાવજીનો મેળો લોકો માટે મનોરંજન અને ખરીદીનું પણ કેન્દ્ર બને છે. મેળામાં વિવિધ પ્રકારની ખાણીપીણીની હાટડીઓ, રમકડાં, ઘરવપરાશની ચીજવસ્તુઓ અને અન્ય સામાનના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. બાળકો સહિત પરિવારો મેળામાં ફરીને વિવિધ વસ્તુઓની ખરીદી કરતા જોવા મળ્યા હતા.
મેળાના કારણે પરસોડા ગામમાં સવારથી જ લોકોની અવરજવર વધી હતી. આસપાસના ગામોમાંથી લોકો પરિવારજનો અને મિત્રો સાથે મેળામાં પહોંચ્યા હતા. સમગ્ર મેળા દરમિયાન ભક્તિ સાથે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ લોકોમાં આસ્થા અને એકતાની ભાવના જાળવી રાખે છે. જાલા બાવજીના દર્શન સાથે મેળાની મજા માણવા મોટી સંખ્યામાં લોકો પરસોડા ગામે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર મેળાના રંગે રંગાયો હતો.