🔥 TRENDING Gujarat Launches ₹10 Cr Fund to Boost... Man Critically Injured in Bear Attack... KSEB and Minister Back Himachal Power... Four-time Congress MLA Nand Lal cremat... Uttarakhand CM Pushkar Dhami Announces... BJP Aims to Counter Opposition's Agniv...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના અમરોલી વિસ્તારમાં મોપેડ ચોરી કેસમાં આરોપી ઝડપી
Local

સુરતના અમરોલી વિસ્તારમાં મોપેડ ચોરી કેસમાં આરોપી ઝડપી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 20 Sep 2026, 11:24 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરોલી પોલીસએ 10 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગોપીનાથ સોસાયટીમાંથી ચોરી કરેલી સુઝુકી એક્સેસ મોપેડની તપાસ કરી અને આરોપીને કોસાડ લેક ગાર્ડનથી ઝડપી પાડી.

સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત દિવસોમાં થયેલી વાહન ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. અમરોલી પોલીસે બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરીને ચોરી થયેલા મોપેડ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

10 સપ્ટેમ્બર 2026ના રોજ મોડી રાતથી વહેલી સવારના સમયગાળા દરમિયાન ગોપીનાથ સોસાયટી, છાપરાભાઠા રોડ પર રહેતા ફરિયાદીના ઘર પાસેથી સુઝુકી એક્સેસ મોપેડ રજી. નં. GJ-05-UA-9538, જેની અંદાજિત કિંમત રૂપિયા 35,000 છે, ચોરી થઈ હતી.

પોલીસને બાતમી મળી કે ચોરી થયેલા મોપેડ સાથે શંકાસ્પદ વ્યક્તિ કોસાડ લેક ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યો છે. વોચ ગોઠવીને આરોપીને ત્યાંથી રંગેહાથ ઝડપી પાડી.

આરોપીને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને મોપેડ જપ્ત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી.
📲Get App