Crime
સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનોમાં આગ લગાડવાના ગંભીર બનાવમાં પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે.બીજી તરફ પોલીસની હિલચાલની
હાલમાં પોલીસે આ બાબતે કોઈ સત્તાવાર સમર્થન આપ્યું ન હતું. ગત 9મી તારીખની મધરાત્રે સારોલીની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ 2
સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનોમાં આગ લગાડવાના ગંભીર બનાવમાં પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે.બીજી તરફ પોલીસની હિલચાલની ગંધ આવી જતાં આરોપી ઘરેથી ફરાર થઈ ગયો હોવાની વાત છે. હાલ પોલીસની ટીમ આરોપીને ઝડપી પાડવા માટે બહારગામ રવાના થઈ છે.
હાલમાં પોલીસે આ બાબતે કોઈ સત્તાવાર સમર્થન આપ્યું ન હતું. ગત 9મી તારીખની મધરાત્રે સારોલીની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ 20 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આગ કાબૂમાં આવ્યા બાદ પોલીસે માર્કેટના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં મોઢા પર રૂમાલ બાંધેલો શંકાસ્પદ શખ્સ માર્કેટના છઠ્ઠા માળે છુપાયેલો જોવા મળ્યો હતો.
આ શખ્સે છઠ્ઠા માળની દુકાનો પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી હતી અને ત્યારબાદ બાઇક પર ભાગી છૂટ્યો હતો. શરૂઆતમાં કેટલાક સીસીટીવી કેમેરા બંધ હોવાથી અને રિવર્સ કેમેરા ટ્રેસિંગમાં સ્પષ્ટ કડી ન મળતાં સારોલી પોલીસ તથા ડીસીબીને આરોપીનું પગેરું શોધવામાં મુશ્કેલી પડી હતી.
બીજી તરફ પોલીસના સ્ટાફે સારોલી માર્કેટથી લઈ ડિંડોલી સુધીના તમામ સીસીટીવી કેમેરા ટ્રેક કર્યા હતા. જેમાં એક ફૂટેજમાં આરોપી ડિંડોલી તરફ જતો દેખાયો હતો,પોલીસની ટીમે આરોપીની ઓળખ કરી લીધી છે.