🔥 TRENDING West Bengal By-Polls: Trinamool Congre... Government Approves 11 Climate-Resilie... Jan Suraaj to Reveal Candidates for ML... Chief Minister Announces Plan to Set U... Nandigram By-Poll Seen as Chance to Re... West Bengal Medical Council Cancels Bi...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસ સતત કાર્યરત છે, ત્યારે પાલ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. સુરતના ભેસાણ ગામ નજીક આવ

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 11:14 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

87 LPG ગેસ સિલિન્ડર સહિત 56 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 87 LPG ગેસ સિલિન્ડર, 2 ફોરવીલર, 1 ટેન્કર અને 1 ટેમ્પો મળીને કુલ 56 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજ

સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસ સતત કાર્યરત છે, ત્યારે પાલ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. સુરતના ભેસાણ ગામ નજીક આવેલા રિલાયન્સના જૂના ડેપો પાસે ચાલતા ગેરકાયદેસર LPG ગેસ રિફિલિંગ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને ભારત ગેસ કંપનીના ટેન્કરમાંથી રાંધણ ગેસના સિલિન્ડરમાં LPG ગેસ ભરવાના મોટા ગોરખધંધાને ઝડપી પાડ્યો છે. આ જીવલેણ અને ગેરકાયદેસર કામગીરીમાં સંડોવાયેલા 9 લોકોની પોલીસે ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

87 LPG ગેસ સિલિન્ડર સહિત 56 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 87 LPG ગેસ સિલિન્ડર, 2 ફોરવીલર, 1 ટેન્કર અને 1 ટેમ્પો મળીને કુલ 56 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જે જગ્યા પર રિપેરિંગ કામના બહાને આ કૌભાંડ ચાલતું હતું તેનો મુખ્ય માલિક મુંબઈ રહે છે. માલિક ક્યારેય આ સ્થળની મુલાકાતે આવતો ન હતો, પરંતુ તેણે જગ્યાની દેખરેખ માટે માત્ર એક વોચમેન રાખ્યો હતો. આ વોચમેનને દર મહિને 12 હજાર રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો હતો, અને તેની નજર હેઠળ જ આ LPG ગેસ ચોરીનું મોટું નેટવર્ક ધમધમતું હતું.

4 આરોપીના 1 દિવસના રિમાન્ડ, 5 લાજપોર જેલમાં પાલ પોલીસે ઝડપાયેલા તમામ 9 આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. ધરપકડ બાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી દરમિયાન, 5 આરોપીઓના રિમાન્ડ નામંજૂર થતાં કોર્ટે તેમને સીધા લાજપોર જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. જ્યારે અન્ય 4 આરોપીઓના કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
📲Get App