🔥 TRENDING Kanak News airs 10 PM weather update o... Mastermind Akashdeep Alleged to Demand... Three Arrested, Four Tractors Recovere... Unidentified Youth's Body Discovered i... Six-Month Sewage Overflow and Crumblin... કડોદરા GIDC પોલીસ મથકમાં માટીના શ્રીજી...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજુલા તાલુકાના મોરંગી ગામે મહિલાના વાળ પકડી ઢીકાપાટુ મારતા ત્રણ મહિલાઓ સામે ફરિયાદ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 19 Sep 2026, 12:40 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આવવા-જવાના રસ્તા પર દબાણ કરી મકાન બનાવવાના મુદ્દે થયેલી માથાકૂટમાં ત્રણ મહિલાઓએ ફરિયાદી મહિલાને વાળ પકડી મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રાજુલા તાલુકાના મોરંગી ગામમાં આવવા-જવાના રસ્તા પર દબાણ કરી મકાન બનાવવાના મુદ્દે થયેલી માથાકૂટમાં એક મહિલાના વાળ પકડી ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા. આ બાબતે ચાવડા (ઉ.વ.૪૦) એ નસીમબેન મહમદભાઈ શેખ, ગઝાલા આદિલભાઈ શેખ અને શેહનાઝબેન અબ્દુલભાઇ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ આરોપી મહિલાઓ ફરિયાદીના પાડોશી છે. ફરિયાદી તથા આરોપી મહિલાઓને આવવા-જવાનો રસ્તો એક જ છે, જે રસ્તા પર આરોપી મહિલાઓએ દબાણ કરી મકાન બનાવ્યું હોય તેનો કેસ કોર્ટમાં ચાલે છે. જેની દાઝ રાખી આરોપી મહિલાઓએ વિરોધ કર્યો હતો.

બાદમાં ફરિયાદી પોતાના ઘરનો કચરો વોંકળામાં નાખવા જતા આરોપી મહિલાઓએ તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો, જેની અરજી તેમણે પોલીસ સ્ટેશનમાં આપી હતી.

આ બાબતની ખાર રાખી ત્રણેય આરોપી મહિલાઓએ ફરિયાદીના વાળ પકડી ઢીકાપાટુનો શરીરે આડેધડ મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.
📲Get App