🔥 TRENDING Salman Khan's 'Maatrubhumi' Trailer to... सावधान! वारिसलीगंज और नवादा में तेजी स... Himachal Pradesh CM inaugurates projec... Fire at Dalhousie University’s Turner... Dulquer Salmaan’s ‘I’m Game’ to Debut... Netflix Announces Season 2 of 'Blue Ey...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગીતામંદિર નજીક લૂંટારુ ગેંગની લાલબત્તી: અમદાવાદમાં મુસાફરો પર હિંસક હુમલો
Crime

ગીતામંદિર નજીક લૂંટારુ ગેંગની લાલબત્તી: અમદાવાદમાં મુસાફરો પર હિંસક હુમલો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 19 Sep 2026, 02:05 PM 👁 68
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ગીતામંદિર અને એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક લૂંટારુ ગેંગે મુસાફરોને ડરાવીને ખિસ્સામાંથી પૈસા અને સામાન ચોરી લીધા, વિડિયો વાયરલ થવાથી શહેરમાં ચિંતાનો ઉછાળો.

અમદાવાદ શહેરના મુખ્ય ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોળા દિવસે માથાભારે અને અસામાજિક તત્વોની એક આખી લૂંટારુ ગેંગ સક્રિય થઈ ગઈ છે, જે અહીંથી પસાર થતાં નિર્દોષ લોકો અને મુસાફરોને આંતરીને ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહી છે.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં બનતી આ ઘટનાઓમાં લૂંટારુ ગેંગ રસ્તે જતાં રાહદારીઓને અચાનક રોકે છે, તેમને ડરાવી-ધમકાવી અને બળજબરીપૂર્વક ખિસ્સામાંથી પૈસા અને કિંમતી સામાન પડાવી લે છે. આ સમગ્ર કરતૂતનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.

હજારો મુસાફરોના આવાગમનથી સતત ધમધમતા વિસ્તારમાં ધોળા દિવસે જો નાગરિકો સુરક્ષિત ન હોય, તો અમદાવાદ પોલીસના પેટ્રોલિંગ અને કાયદા-વ્યવસ્થાના દાવા સામે અનેક સવાલો ઉભા થાય છે. કાગડાપીઠ પોલીસ આ લૂંટારુ ગેંગ સામે તાત્કાલિક કડક પગલાં ભરશે કે નહીં, અને મુસાફરો અને સ્થાનિકોની સુરક્ષા રામ ભરોસે જ રહેશે કે નહીં, તે જનતાની ઉગ્ર માંગ છે.

જો તમે કે તમારા કોઈ પરિચિત ગીતામંદિર કે બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હોવ તો અત્યંત સતર્ક અને સાવચેત રહેવાની જરૂર છે. પોલીસ તંત્ર આ ગેંગને પકડીને જેલના સળિયા પાછળ ધકેલે અને આ વિસ્તારમાં કાયમી પોલીસ બંદોબસ્ત મુકે તેવી જનતાની માંગ છે.
📲Get App