🔥 ट्रेंडिंग રાજકોટ: આજી ડેમ ચોકડી પાસે TRP જવાનો પ... राजापुर जलालपुर के उच्च माध्यमिक विद्य... स्वच्छ हावड़ा — स्वस्थ हावड़ा 🌿 ರಾಯಗಡ: ದಿವ್ಯಗಾರ್ ಬೀಚ್‌ನಲ್ಲಿ ಈಜಲು ತೆರಳಿ... ପୋଖରୀରେ ବୁଡ଼ି ଯୁବକ ମୃତ सुपरनोवा बिल्डिंग से कूदकर व्यक्ति ने...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગણેશોત્સવ પર્વ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે અને નાગરિકો નિર્ભય બની તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી સુરત પોલીસ એક્
अपराध

ગણેશોત્સવ પર્વ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે અને નાગરિકો નિર્ભય બની તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી સુરત પોલીસ એક્

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 19 सित. 2026, 01:28 AM 👁 39
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લસકાણાથી વિપુલનગર સુધી સુરક્ષા દળોની ફ્લેગમાર્ચ આજ રોજ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ ફૂટ પેટ્રોલિંગ લસકાણા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ લસકાણા ચાર રસ્તા, ત્યાંથી ડાય

ગણેશોત્સવ પર્વ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે અને નાગરિકો નિર્ભય બની તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવારના અનુસંધાને સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કાફલા અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનો દ્વારા સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

લસકાણાથી વિપુલનગર સુધી સુરક્ષા દળોની ફ્લેગમાર્ચ આજ રોજ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ ફૂટ પેટ્રોલિંગ લસકાણા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ લસકાણા ચાર રસ્તા, ત્યાંથી ડાયમંડનગર તરફ જતા સર્વિસ રોડ થઈ વિપુલનગર અને ત્યારબાદ પુનઃ સર્વિસ રોડ મારફતે લસકાણા પોલીસ સ્ટેશન પરત ફર્યું હતું. આશરે ૨ કિલોમીટર લાંબા માર્ગ પર જવાનોએ સતર્કતા સાથે પગપાળા નિરીક્ષણ કર્યું હતું.

RAF અને સ્થાનિક પોલીસના 139 જવાનો ખડેપગે રહ્યા તહેવારો દરમિયાન અસામાજિક તત્વોમાં કાયદાનો ભય રહે અને સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જળવાય તે માટે RAFના 120 જેટલા અધિકારી-કર્મચારીઓ તેમજ લસકાણા પોલીસ સ્ટેશનના 19 જેટલા અધિકારી અને જવાનો મળી કુલ 139 સુરક્ષાકર્મીઓ આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. માર્ગો પરથી પસાર થતી વેળાએ પોલીસ કાફલાએ વિસ્તારના સ્થાનિકો અને વેપારીઓ સાથે સંવાદ સાધી તહેવાર દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી.
📲Get App