🔥 TRENDING Kanak News airs 10 PM weather update o... Mastermind Akashdeep Alleged to Demand... Three Arrested, Four Tractors Recovere... Unidentified Youth's Body Discovered i... Six-Month Sewage Overflow and Crumblin... કડોદરા GIDC પોલીસ મથકમાં માટીના શ્રીજી...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના વરાછા વિસ્તારમાં શિવ સર્જિકલ હોસ્પિટલ ચલાવતા જાણીતા તબીબને પુત્રવધૂના પિતા પાસેથી નીકળતા જૂના નાણાં વસૂલવા માટે જાનથી મારી નાખવાની ધમ

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 01:40 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

20 વર્ષ જૂના હિસાબ પેટે ₹10 લાખની પઠાણી ઉઘરાણી મજૂરાગેટ સ્થિત નવચેતન સોસાયટીમાં રહેતા 65 વર્ષીય ડૉ. કાંતીલાલ વઘાસીયાના પુત્ર નીલના લગ્ન હાલ વિશાખાપટ્ટનમ રહેતા કાનજીભાઈ ઓધવજી પાઘડાળ

સુરતના વરાછા વિસ્તારમાં શિવ સર્જિકલ હોસ્પિટલ ચલાવતા જાણીતા તબીબને પુત્રવધૂના પિતા પાસેથી નીકળતા જૂના નાણાં વસૂલવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં વરાછા પોલીસે આખરે મોટી સફળતા મેળવી છે. છેલ્લા અઢી વર્ષથી પોલીસને થાપ આપી ફરાર રહેલા પિતા-પુત્રની જોડીને પોલીસે ઉમરાગામ ખાતેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

20 વર્ષ જૂના હિસાબ પેટે ₹10 લાખની પઠાણી ઉઘરાણી મજૂરાગેટ સ્થિત નવચેતન સોસાયટીમાં રહેતા 65 વર્ષીય ડૉ. કાંતીલાલ વઘાસીયાના પુત્ર નીલના લગ્ન હાલ વિશાખાપટ્ટનમ રહેતા કાનજીભાઈ ઓધવજી પાઘડાળની પુત્રી ડૉ. રિચા સાથે થયા છે. આરોપી પરેશ ભીખુ ગજેરા સંબંધમાં કાનજીભાઈના સાળા (કાનજીભાઈ પરેશભાઈના બનેવી) થાય છે. પરેશ ગજેરાએ આશરે 20 વર્ષ પૂર્વે પોતાના બનેવી કાનજીભાઈને 10 લાખ ઉછીના આપ્યા હતા. આ નાણાં કાનજીભાઈ પરત ન ચૂકવતા હોવાથી, પરેશ અને તેના પુત્ર રૂષિતે આ નાણાંની ઉઘરાણી તબીબ વેવાઈ અને પુત્રવધૂ પાસેથી શરૂ કરી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
📲Get App