🔥 TRENDING અંબિકા હાઇસ્કુલ ગડતમાં 180 વિદ્યાર્થીઓ... डॉ लाल पथलैब्स के स्वस्थ मेला में बीदर... चाळीसगावात पोलिसांची मोठी कारवाई; १७ ल... અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમે ગણેશોત્સવ દર... ચીખલી ખાતે ₹૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત... धुळे पोलिस ॲक्शन मोडवर; १० तलवारीसह ५....
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા: વડાલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ, સંગઠનને મજબૂત કરવા ચર્ચા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Sep 2026, 12:54 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં મંડલ, સેક્ટર અને બુથ લેવલના સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી..

સાબરકાંઠા જિલ્લાના-:
વડાલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની એક મહત્વપૂર્ણ કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનના વિવિધ સ્તરોને વધુ સક્રિય અને મજબૂત બનાવવા અંગે ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ કારોબારી બેઠક દરમિયાન ખાસ કરીને મંડલ, સેક્ટર અને બુથ લેવલના સંગઠન માળખા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પાયાના સ્તરે પક્ષની કામગીરીને વેગ આપવા અને સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરોએ વિસ્તૃત ચર્ચા કરી હતી..

વડાલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ બેઠકમાં આગામી સમયમાં પક્ષના સંગઠનને પાયામાંથી મજબૂત કરવા માટે તમામ સભ્યોએ એકસૂત્રતાથી કામ કરવા પર ભાર મૂક્યો હતો.
📲Get App