🔥 ट्रेंडिंग ગીતામંદિર નજીક લૂંટારુ ગેંગની લાલબત્તી... कोर्ट ने पाई जिराम वैली हमला कांग्रेस... 2013 में नक्सल हमले में छत्तीसगढ़ कांग... छत्तीसगढ़ के जूनियर डॉक्टरों ने 17 बिं... जालंधर में नकाबपोश बदमाशों ने घर में घ... जालंधर में महिला को बंधक बनाकर 22 तोला...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમરેલી: ધારી ગીર જંગલ વિસ્તારમાં ગાયોના ટોળાએ સિંહને ઉભી પૂછડીયે ભગાડ્યો

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 19 सित. 2026, 12:34 PM 👁 17
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના ધારી ગીર જંગલ વિસ્તારમાં માલધારીના નેસમાં શિકાર કરવા આવેલા સિંહને ગાયોના ટોળાએ હિંમતપૂર્વક ભગાડી મૂક્યો હતો.

અમરેલી જિલ્લાના ધારી ગીર જંગલ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક માલધારીના નેસમાં ગાયોના ટોળા વચ્ચે એક સિંહ શિકાર કરવાના મૂડમાં આવી પહોંચ્યો હતો. જોકે, ગાયોએ એક થઈને સિંહનો સામનો કર્યો હતો.

સામાન્ય રીતે સિંહ જંગલના અન્ય પ્રાણીઓનો શિકાર કરતો હોય છે, પરંતુ આ ઘટનામાં માલધારીની ગાયો પણ કંઈ કમ નહોતી. સિંહને પોતાની તરફ આવતો જોઈને ગાયો ડરી નહોતી અને સામનો કરવા તૈયાર થઈ ગઈ હતી.

ગાયોના આ આક્રમક વલણને જોઈને શિકાર કરવા આવેલો સિંહ પણ ચોંકી ગયો હતો. આખરે ગાયોના ટોળાએ સિંહને ત્યાંથી ઉભી પૂછડીયે ભગાડી મૂક્યો હતો.
📲Get App