🔥 TRENDING Kerala Lottery KR-769: ₹1 Crore First... Kerala Gold Rates Published for 19 Sep... Masked Attackers Stab Youth at Begusar... Woman Burns to Death in Baitul After A... Motorcycle Stolen Near Naurajabad Scho... ભાદરવી પૂનમ દરમિયાન હિંમતનગર–ખેડબ્રહ્મ...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા, બાદમાં દુષ્કર્મ કેસઃ ભુજ કોર્ટનો કડક ચુકાદો! આરોપીને ૨૫ વર્ષની સખત કેદ...

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 19 Sep 2026, 07:24 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભુજ:
ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ કરી,બ્લેકમેલિંગ દ્વારા અવાર-નવાર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ભુજ કચ્છની નામદાર સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.કોર્ટે આરોપી દીપક ઉર્ફે દીપ વાડીલાલ સોલંકી (ઉં.વ. ૨૦, રહે. મોજદડ, તા. ચુડા, જી. સુરેન્દ્રનગર) ને તકસીરવાન ઠેરવી ૨૫ વર્ષની સખત કેદ અને કુલ રૂ. ૭૫,૦૦૦ના દંડની સજા ફટકારી હતી. બનાવની વિગતે વાત કરીએ તો,આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર સગીરાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી સંપર્ક વધાર્યો હતો.ત્યારબાદ સોશિયલ મીડિયા પર લલચાવી-ફોસલાવી નખત્રાણા બોલાવી,તેને નિષ્કલંકી ધામ નજીક એક અવાવરૂ ઓરડીમાં લઈ જઈ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.આરોપીએ પીડિતાના ન્યુડ ફોટોગ્રાફ્સ પાડી વાયરલ કરવાની ધમકી આપી અવાર-નવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.એટલું જ નહીં,આરોપીએ બળજબરીથી રૂ. ૪,૦૦૦ પડાવી લીધા હતા તથા ફોટા વાયરલ ન કરવાના બહાને વધુ રૂ. ૧,૯૮,૦૦૦ની માંગણી કરી હતી.આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં BNS-2023,પોક્સો (POCSO) એક્ટ તથા આઈ.ટી.એક્ટ હેઠળ ગુનો નોંધાતા તપાસનીસ અક્ષિકારી એ.એમ.મકવાણા દ્વારા પૂરતા પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.જે કેસ ભુજના નામદાર સ્પેશિયલ જજ એમ.એફ.ખત્રીની અદાલતમાં ચાલ્યો હતો,જેમાં પ્રોસીક્યુશન તરફથી ૫૦ દસ્તાવેજી પુરાવા અને ૧૨ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. કોર્ટે તમામ પુરાવા અને દલીલો ધ્યાને લઈ આરોપીને પોક્સો એક્ટ કલમ-૪ હેઠળ: ૨૫ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦ દંડ,જ્યારે BNS કલમ-૬૪(૨)(એમ) હેઠળ: ૨૫ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦ દંડ, પોક્સો એક્ટ કલમ-૬ હેઠળ: ૨૫ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦ દંડ, અને આઈ.ટી. એક્ટ કલમ-૬૬(ઈ) હેઠળ: ૧ વર્ષની સજા ફટકારી હતી.આ ઉપરાંત,અદાલતે ભોગ બનનાર સગીરાને રૂ. ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) નું વળતર ચૂકવવા DLSA (જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ) ને ભલામણ કરી છે તથા આરોપી દ્વારા ભરવામાં આવનાર દંડની રકમ પણ પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા તથા ફરીયાદીના વકીલ તરીકે ડી.એન.બારોટ હાજર રહ્યા હતા.
📲Get App